fbpx

હર્ષદ મહેતાનો જુહુનો કરોડોનો ફ્લેટ કેમ કોઇ ખરીદવા તૈયાર નથી, 3 વખત હરાજી થઈ

Spread the love

હર્ષદ મહેતાનો જુહુનો કરોડોનો ફ્લેટ કેમ કોઇ ખરીદવા તૈયાર નથી, 3 વખત હરાજી થઈ

શેરબજારના 1992ના કૌભાંડના મુખ્ય સુત્રધાર દિવગંત હર્ષદ મહેતાનો મુંબઇના જુહૂ વિસ્તારમાં આવેલો એક લકઝરી ફ્લેટ કોઇ ખરીદવા તૈયાર થતું નથી. 3 વખત હરાજી રાખવામાં આવી, પરંતુ કોઇ બોલી બોલવા માટે જ તૈયાર થતું નથી. હવે ચોથી વખત હરાજી કરવાનું નક્કી કરાયું છે.

હર્ષદ મહેતાનો એક  ફ્લેટ જુહૂ વિસ્તારમાં વંદના કો.ઓ. સોસાયટીના બીજા માળે આવેલા છે. દરિયા તરફનો ફેસ વાળો આ ફ્લેટ છે અને ફલેટનો વિસ્તાર 1150 ચો.ફુટ છે. કૌભાંડને કારણે હર્ષદ મહેતાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા 2021, 2023 અને ફેબ્રુઆરી 2025માં હરાજી રાખવામાં આવી હતી, પરંતુ એક પણ વ્યકિત આ ફ્લેટ ખરીદવા માટે આવતો નથી.

હવે આગામી દિવસોમાં ફરી હરાજી રાખવાનું નક્કી કરાયું છે.

error: Content is protected !!