fbpx

PM મોદી અને ગૃહમંત્રી શાહ: હૃદય જીતનાર મહારથી અને ચૂંટણીના ચાણક્ય

Spread the love

PM મોદી અને ગૃહમંત્રી શાહ: હૃદય જીતનાર મહારથી અને ચૂંટણીના ચાણક્ય

ભારતીય રાજનીતિમાં જ્યારે વાત ચૂંટણી જીતવાની અને લોકોના હૃદય જીતવાની આવે ત્યારે બે નામ અજાયબી રીતે ચર્ચામાં રહે છે એ છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. એક તરફ PM મોદી છે જેમની વાણી અને દીર્ઘદ્રષ્ટિથી કરોડો લોકોના હૃદયમાં વિશ્વાસ અને આશા આવે છે તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ છે જેમને “આધુનિક ચાણક્ય” કહેવામાં આવે છે જેઓ ચૂંટણીના યુદ્ધમાં એટલી ચોકસાઈથી રણનીતિ ઘડે છે કે વિપક્ષ પોતે તેમની જ રણનીતિ પર ચાલવા લાગે છે.

modi-amit-shah

PM મોદીની ખાસિયત છે લોકોના હૃદય જીતવાની. તેમની એક ઝલક, એક વાતચીત, એક વચન અને લોકો તેમની સાથે જોડાઈ જાય છે. “મન કી બાત”થી લઈને દેશના દરેક ખૂણે પહોંચતા વિકાસના કાર્યક્રમો સુધી PM મોદીએ દેખાડ્યું છે કે રાજનીતિ માત્ર સત્તા નથી પરંતુ લોકોના વિશ્વાસની પૂંજી છે. તેમના નેતૃત્વમાં ભારતે વિશ્વના મંચ પર નવી ઓળખ બનાવી છે અને દેશની અંદર ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના દરેક વર્ગને લાગે છે કે “આપણા વડાપ્રધાન આપણા માટે વિચારે છે.”

modi-amit-shah3

ચૂંટણી જીતવી એ એક અલગ કળા છે અને તેના મહારથી છે ગૃહમંત્રી અમિત શાહ. તેઓ ભાજપની રણનીતિ માત્ર ઘડતા નથી પરંતુ વિપક્ષને પણ તે જ રણનીતિ પર ભેરવી દે છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ તેનું તાજું ઉદાહરણ છે. આ ચૂંટણીમાં રાજ્યના બેરોજગારી જેવા મુદ્દાઓ મોટાભાગે ગાયબ થઈ ગયા. તેના બદલે ચૂંટણી રાષ્ટ્રીય નેતૃત્વ, વિકાસ અને એકતાના મુદ્દે લડાઈ ગઈ. ગૃહમંત્રી અમિત શાહની રણનીતિથી RJDની પરંપરાગત મુસ્લિમ યાદવ વોટબેંકની સીટો પર પણ ભાજપ અને NDAએ વિજય મેળવ્યો. પ્રશાંત કિશોરના “જન સુરાજ”નો ફુગ્ગો ફૂટી ગયો અને JDUનું કેન્દ્રમાં આગામી ચાર વર્ષનું સમર્થન પણ પાક્કું થઈ ગયું.

modi-amit-shah2

આ ચૂંટણીની સૌથી મોટી સિદ્ધિ એ છે કે ભારતમાં મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કિનારે લાગી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે સાબિત કર્યું કે ચૂંટણી જીતવા માટે જાતિધર્મના ગણિતની જરૂર નથી પરંતુ વિકાસ, રાષ્ટ્રવાદ અને સંગઠનની શક્તિ પૂરતી છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને ઘરઘર સુધી પહોંચાડ્યા સાથે બૂથ મેનેજમેન્ટને મજબૂત કર્યું અને વિપક્ષની દરેક ચાલને આગળથી જાણીને તેને નિષ્ફળ બનાવી.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ જોડી એકબીજાને પૂરક છે. એક હૃદય જીતે છે બીજા મત જીતે છે. એક વિઝન આપે છે બીજા તેને અમલમાં મૂકે છે. બિહારની જીત માત્ર એક રાજ્યની ચૂંટણી નથી પરંતુ નવી રાજનીતિની શરૂઆત છે જ્યાં વિકાસ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવ મુદ્દાઓ અગત્યના બની રહ્યા છે. આ જોડીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતનું ભવિષ્ય માત્ર બે નામ પર ટકેલું છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

error: Content is protected !!