
IPL 2026 અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. CSKના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને CSKમાંથી રાજસ્થાન રોયલ્સ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જાડેજા આગામી સીઝનમાં 14 કરોડની મોટી રકમ સાથે રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તો રાજસ્થાને તેના કેપ્ટન સંજૂ સેમસનને CSK મોકલવાનો નિર્ણય લીધો છે. સંજૂ 18 કરોડની મોટી રકમમાં CSK સાથે જોડાશે. બંને ટીમો વચ્ચે આ ડીલ ઘણા સમયથી ચાલી રહી હતી.

આજે IPL 2026 પહેલા બધી ફ્રેન્ચાઇઝીઓ માટે ખેલાડીઓના રિટેન્શનની અંતિમ તારીખ હતી. આ ટ્રેડ વિન્ડોમાં જાડેજા, સંજૂ સેમસન, સેમ કરન, મોહમ્મદ શમી, મયંક માર્કંડે, અર્જૂન તેંદુલર, નીતિશ રાણા અને દેનોવન ફરેરા જેવા નામો શામેલ છે. ચાલો જાણીએ કે કયો ખેલાડી કઈ ટીમમાં જોડાયો.
સીનિયર ઓલરાઉન્ડર અને પૂર્વ CSK કેપ્ટન જાડેજા હવે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે રમતો દેખાશે. 12 સીઝન સુધી CSK માટે રમનારા જાડેજાની લીગ ફી 18 કરોડથી ઘટીને 14 કરોડ કરી દેવામાં આવી છે. તેમના આગમનથી RRના ઓલરાઉન્ડ વિભાગમાં મોટો ફાયદો થવાની વધારો થવાની ધારણા છે.
RRનો કેપ્ટન કેપ્ટન અને ભારતના વિકેટકીપર-બેટ્સમેન સંજૂ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમશે. સેમસન વર્તમાન ફી 18 કરોડ સાથે CSKમાં જોડાયો છે. 177 મેચ રમી ચૂકેલ સેમસન CSKના ઇતિહાસમાં સામેલ થનારા સૌથી અનુભવી બેટ્સમેનોમાંથી એક હશે.
ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરનનો CSKમાંથી RRમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તેમની ફી 2.4 કરોડ યથાવત રહેશે. કરણ હવે તેની ત્રીજી IPL ફ્રેન્ચાઇઝી માટે રમશે.
સીનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)માંથી લખનૌ (LSG)માં ટ્રેડ કરવામાં આવ્યો છે. શમી 10 કરોડ રૂપિયાની ફીમાં LSGમાં જોડાશે. 119 મેચનો અનુભવ અને 2023ના પર્પલ કેપ વિજેતા શમી LSG માટે એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે.
લેગ-સ્પિનર મયંક KKRમાંથી મુંબઈ ઇન્ડિયન્સ (MI)માં પાછો ફર્યો છે. તે 30 લાખ રૂપિયાની ફીમાં MIમાં જોડાશે. 37 મેચ અને 37 વિકેટ લેનાર માર્કંડે MI માટે એક મુખ્ય સ્પિન વિકલ્પ બનશે.
ડાબા હાથના બેટ્સમેન નીતિશ રાણાને RRમાંથી DCમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે 4.2 કરોડ રૂપિયાની ફીમાં DCમાં જોડાશે. રાણાએ 2023માં KKRની કેપ્ટનશીપ કરી હતી અને 100થી વધુ IPL મેચ રમી છે.
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ફરેરાને DCમાંથી RRમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તેમની ફી 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

