
બિહાર વિધાનસભા ચૂંટણી બાદ, 14 નવેમ્બરે પરિણામ પણ આવી ગયા. NDAએ 202 બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી છે. BJPએ સૌથી વધુ બેઠકો જીતી છે, ત્યારબાદ નીતિશ કુમારની JDU આવે છે. નીતિશની પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ)એ 85 બેઠકો જીતી છે, તો RJD બેઠકો જીતવાના મામલે ત્રીજા નંબર પર રહી, તેને 25 બેઠકો મળી છે. પરંતુ આ દરમિયાન એક નવી વાત સામે આવી રહી છે કે, શું JDUની વિરુદ્ધ NDA નવું ગઠબંધન બનાવી શકે છે?
એવી પણ અટકળો છે કે NDA નીતિશ કુમાર વિના બિહારમાં સરકાર બનાવી શકે છે, જેમાં ભાજપ, ચિરાગ પાસવાનની LJP, માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સામેલ હશે. નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવી શકાય. આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે નીતિશ કુમાર CM બનશે તેવી વાત પોસ્ટ કરી, પરંતુ થોડા સમય બાદ પોસ્ટ ડીલીટ કરી નાખી.

નીતિશ કુમારનની પાર્ટી JDUના X હેન્ડલ પરા તેમની એક તસવીર શેર કરવામાં આવી હતી અને તેનું કેપ્શન હતું- ‘ન ભૂતો ન ભવિષ્યતિ… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.’ આ અગાઉ, પટનામાં પાર્ટી મુખ્યાલયની સામે એક પોસ્ટરમાં નીતિશ કુમારને લઈને કહેવામાં આવ્યું હતું કે, ‘ટાઇગર અભિ જિંદા હૈ.’
શું હોય શકે છે NDAનું નવું સમીકરણ શું હોઈ શકે?
બિહારમાં આપણે જે નવા સમીકરણ વિશે વાત કરી રહ્યા છીએ તે નીતિશ વિના NDA સરકાર છે. એટલે કે પહેલી વખત ભાજપ બિહારમાં ભાજપનો પોતાના મુખ્યમંત્રી બનાવી શકે છે. હાલમાં આંકડા તો એવા જ સંકેત આપી રહ્યા છે, ભાજપે 89 બેઠકો જીતી છે, તો JDUને 85 બેઠકો મળી, ચિરાગની પાર્ટી, LJP(R)ને 19 બેઠકો, માંઝીની પાર્ટી HAMને 5 બેઠકો અને કુશવાહાની પાર્ટી, RLM, 4 બેઠકો મળી છે.
નીતિશ વિના નંબર જોઈએ તો ભાજપની 89 બેઠકો + ચિરાગની LJP ®ની 19 બેઠકો + માંઝી (HAM)ની 5 બેઠકો + કુશવાહાની (RLM) 4 બેઠકો = 117 બેઠકો.

આનું કારણ એ છે કે બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. વર્તમાન ડેટા અનુસાર, NDAને નીતિશ વિના માત્ર 5 બેઠકો ઓછી પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ કોંગ્રેસના 3 ધારાસભ્યો, ડાબેરીઓના 2 અને BSPના એક ધારાસભ્ય ઉમેરીને તેની સંખ્યા વધારી શકે છે.
અમિત શાહનું નિવેદન શું હતું?
જૂન 2025માં એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે, ‘બિહારના મુખ્યમંત્રી કોણ હશે તે માત્ર સમય જ નક્કી કરશે, પરંતુ એ સ્પષ્ટ છે કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં આ ચૂંટણીઓ લડીશું. મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરનાર હું કોણ છું? ચૂંટણી બધા બધા સહયોગી પાર્ટીઓ સંયુક્ત રીતે ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરશે.’ જોકે, અમિત શાહે પાછળથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું, ‘આમાં કોઈ મૂંઝવણ નથી. હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે નીતિશ મુખ્યમંત્રી છે અને ચૂંટણી જીત્યા પછી પણ મુખ્યમંત્રી રહેશે.
હવે બીજા સમીકરણ પર નજર કરીએ
જો આપણે બીજા સમીકરણ પર વિચાર કરીએ તો, જો નીતિશ મહાગઠબંધન સાથે જાય છે, તો JDUને 85 બેઠકો, RJDને 25, કોંગ્રેસને 5, ડાબેરીઓને 3 અને અન્યોને 6 બેઠકો મળશે. આને ઉમેરીએ તો કુલ 124 બેઠકો થાય છે. આ રીતે નીતિશ મહાગઠબંધનમાં સામેલ થઇને સરકાર બનાવી શકે છે.

