પ્રાંતિજ ના કમાલપુર ખાતે ૭.૧૧ કરોડ ના ખર્ચે અધ્યતન સર્કિટ હાઉસ બનશે
– સાંસદ દ્રારા રજુઆત કરતા સર્કિટ હાઉસ મંજૂર
– ટુંકજ સમય મા અધ્યતન સુવિધાયુકત સર્કિટ હાઉસ બનશે
– વર્ષોની માંગણી સંતોષાતા લોકોમા ખુશી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કમાલપુર ખાતે અધ્યતન સુવિધાયુકત ૭.૧૧ કરોડ ના ખર્ચે સર્કિટ હાઉસ બનશે

પ્રાંતિજ ખાતે આવેલ સર્કિટ હાઉસ જર્જરીત બનીજતા નવુ સર્કિટ હાઉસ બનાવવા માટે અનેકવાર રજુઆતો થઈ હતી અને રજુઆતો બાદ પણ કોઇ ઉકેલ આવ્યો નહતો પણ પ્રાંતિજ ના કમાલપુર ગામે રહેતા અને ભાજપ ના પૂર્વ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ દ્રારા આ અંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને રજુઆત કરતા સાંસદ દ્રારા સર્કિટ હાઉસ ના પ્રશ્નને લઈ ને જિલ્લા સંગલન અને કલેક્ટર ને રજુઆત કરવામા આવી હતી અને સાંસદ દ્રારા આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્ય મંત્રી હર્ષ ભાઇ સંધવી ને પણ રજુઆત કરી હતી અને રજુઆત ને ધ્યાને લઈ ને પ્રાંતિજ ના કમાલપુર ખાતે સર્વે નંબર ૩૫૦ સરકારી પડતર જમીન ઉપર ૭,૧૧,૪૩,૦૦૦/૦૦(સાત કરોડ , અગિયાર લાખ , તેતાલીસ હજાર) ના ખર્ચે અધ્યતન સર્કિટ હાઉસ બનશે તો વર્ષો જુની માંગણી સર્કિટ હાઉસ પ્રાંતિજ ના કમાલપુર ખાતે બનાવાને લઈ ને પ્રાંતિજ તથા તાલુકાના લોકોમા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા

