fbpx

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ, પવારને ઝટકો લાગે તેવો નિર્ણય લીધો

Spread the love

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ, પવારને ઝટકો લાગે તેવો નિર્ણય લીધો

બિહાર વિધાનસભામાં કારમી અને શરમ જનક હારનો સામનો કર્યા પછી કોંગ્રેસે મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યુ કે, આ વખતની BMCની ચૂંટણી કોંગ્રેસ બધી 227 બેઠકો પર એકલા હાથે લડશે અને બધી બેઠકો પર કોંગેસના ઉમેદવાર ઉભા રાખશે.

આ નિર્ણયનો સીધો મતલબ એ થાય છે કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મોટી તિરાડ પડી ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP મહાયુતિ સાથે મળીને BMC ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ પોતાની જ સહયોગી પાર્ટીઓને મોટો ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટી આ પહેલા જ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે.

error: Content is protected !!