
ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી વધારી શકે છે. શેનઝેન સ્થિત લોનવી બાયોસાયન્સિસ કંપની એક વૃદ્ધત્વ વિરોધી ગોળી વિકસાવી રહી છે. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં તેમના આયુષ્યમાં 9 ટકા વધારો જોવા મળ્યો છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે માણસો પર પરીક્ષણો કરવા જરૂરી છે.
ચીની વૈજ્ઞાનિકો એક એવી ગોળી વિકસાવી રહ્યા છે, જે માનવ આયુષ્યને 150 વર્ષ સુધી વધારી શકે છે. આ દવા દ્રાક્ષના બીજમાંથી મેળવેલા કુદરતી સંયોજન પર આધારિત છે. જો કે, કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આ ફક્ત એક દાવો છે, આના માટે માણસો પર વધારે પરીક્ષણો કરવા જરૂરી છે.

શેનઝેન સ્થિત બાયોટેક કંપની લોનવી બાયોસાયન્સિસ આ દવા પર કામ કરી રહી છે. કંપનીનું નામ લોનવી બાયોસાયન્સિસ છે. તે વૃદ્ધત્વ વિરોધી ગોળી વિકસાવી રહી છે. ગોળીમાં મુખ્ય ઘટક પ્રોસાયનિડિન C1 (PCC1) છે, જે દ્રાક્ષના બીજના અર્કમાં જોવા મળે છે. કંપનીનો દાવો છે કે, આ ગોળી જૂના અને નબળા કોષોનો નાશ કરશે અને સ્વસ્થ કોષોનું રક્ષણ કરશે. આનાથી માણસોની ઉમર ખુબ વધારે પ્રમાણમાં વધી શકે છે.
આ શોધ 2021માં નેચર મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પર આધારિત છે. તેનું પરીક્ષણ ઉંદરો પર કરવામાં આવ્યું હતું. PCC1એ ઉંદરોમાં જૂના કોષોને શોધીને તેનો નાશ કર્યો, જેનાથી સ્વસ્થ કોષો બચી ગયા.

પરિણામે, દવા મેળવનારા ઉંદરોનું સરેરાશ આયુષ્ય 9 ટકા લાંબુ થઇ ગયું હતું. સારવાર પછી આયુષ્યનો વિચાર કરીએ તો, તે 64.2 ટકા લાંબુ હતું.
કંપનીના CEO, Yip Tzhou (Jico)એ આ ગોળીને ‘દીર્ધાયુષ્ય વિજ્ઞાનનો પવિત્ર ગ્રેઇલ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, સ્વસ્થ જીવનશૈલી સાથે મળીને, 150 વર્ષ જીવવું થોડા જ વર્ષોમાં એક હકીકત બની શકે છે. કંપની હવે આ ટેકનોલોજીને મનુષ્યો માટે ગોળી તરીકે વિકસાવી રહી છે.

પરંતુ અન્ય વૈજ્ઞાનિકો સાવધ છે. બક ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન એજિંગના નિષ્ણાતો કહે છે કે, ઉંદરોમાં પરિણામો આશાસ્પદ છે, પરંતુ તેને મનુષ્યો પર લાગુ કરવું મુશ્કેલ છે. તેઓએ નોંધ્યું કે, પ્રક્રિયા જટિલ છે. દવાની અસરકારકતા અને સલામતી સાબિત કરવા માટે મોટા અને સખત ક્લિનિકલ ટ્રાયલ જરૂરી છે. નિષ્ણાતો માને છે કે, માનવ આયુષ્યને હજુ વધારવા માટેના દાવાઓ માટે અસાધારણ સંશોધન પુરાવાની જરૂર છે.
ચીનમાં દીર્ધાયુષ્ય સંશોધનને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં સરકારી અને ખાનગી કંપનીઓ ભારે રોકાણ કરી રહી છે. ચીની વૈજ્ઞાનિકો કહે છે કે, વિજ્ઞાન ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ છતાં 150 વર્ષની ઉંમર હાંસલ કરવી હજુ પણ એક સ્વપ્ન જેવું લાગે છે. વિશ્વભરમાં વૃદ્ધત્વ વિરોધી સંશોધન વધી રહ્યું છે, પરંતુ વાસ્તવિક સફળતામાં હજુ સમય લાગશે.

આ શોધને કારણે લોકોમાં ઉત્સાહ છવાયો છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું દાદી-નાની ની જેમ 100 વર્ષ પસાર કર્યા પછી જીવવું આગામી વર્ષોમાં સામાન્ય બનશે. પરંતુ ડોકટરો સલાહ આપે છે કે, અત્યારે તો સ્વસ્થ આહાર, કસરત અને સારી ટેવ એ જ શ્રેષ્ઠ દવા છે. બધાની નજર લોનવી બાયોસાયન્સના આગામી પગલાં પર ટકેલી છે.

