fbpx

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

Spread the love

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે, 9 ડિસેમ્બર 2024થી 29 એપ્રિલ 2025 સુધીમાં બનેલી કારમાં કેટલી ટેકનિકલ ખામી સામે આવી છે એટલે આ બધી કારોને પાછી બોલાવી લેવામાં આવી છે.

ગ્રેંડ વિટારા કારમાં ફ્યુઅલ ગેઝ બતાવતી સીસ્ટમમાં ખામી સામે આવી છે. કંપનીના કહેવા મુજબ સ્પીડોમીટર એસેમ્બલીમાં મૌજૂદ ફ્યઅલ લેવલ ઇન્ડીકેટર અને વોર્નિંગ લાઇટ ફ્યુઅલની વાસ્તિવક સ્થિતિ બતાવતું નથી.જેને કારણે કાર ચલાવનારને ટાંકીમાં કેટલું પેટ્રોલ છે તેની જાણકારી મળતી નથી.

ગ્રાહકોને કહેવાયું છે કે, મારૂતીના વર્કશોપ પર જાય અને ત્યાં નિષ્ણાતો રિપેરીંગ કરશે. ગ્રાહકો પાસે રિપેરીંગનો એક પણ પૈસો લેવામાં નહીં આવશે.

error: Content is protected !!