
સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોડલ હની પટેલ હજુ એક સપ્તાહ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઇ અને વિવાદમાં આવી ગઇ. આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ નીતા બેનની હાજરીમાં હની પટેલ જોડાઇ. એ પછી સોશિયલ મીડિયામાં હની પટેલનો ગ્લાસમાં બિયર ભરતો અને ઇ- સિગરેટના કશ મારતો વીડિયો વાયરલ થયો.
આ બાબતે અમે હની પટેલ સાથે વાત કરી હતી, તેમણે કહ્યું કે,ગ્લાસમાં બિયર ભરતો વીડિયો દીવનો છે અને ઇ- સિગરેટનો વીડિયો દુબઇનો છે. આ બંને વખતે મારા પતિ તુષાર ગજેરા હાજર હતા. મેં માત્ર ગ્લાસમાં બિયર ભર્યો હતો પીધો નહોતો અને એ ઇ-સિગરેટ નથી ઇલેક્ટ્રીક વેપ છે જે નશો નથી. હની પટેલ અત્યારે પોતાના પિયરમાં રહે છે. તેમણે કહ્યું કે, મારા પતિ અને ભાજપના એક નેતાએ આ વીડિયો વાયરલ કર્યો છે, કારણકે તેમને ડર છે કે તેમના બધા કાંડ મારી પાસે છે જે હવે બહાર આવી શકે છે.

