fbpx

કોણ છે પાકિસ્તાની રેપર અંજુમ, જેણે કોન્સર્ટ વચ્ચે નેપાળમાં લહેરાવ્યો તિરંગો

Spread the love

કોણ છે પાકિસ્તાની રેપર અંજુમ, જેણે કોન્સર્ટ વચ્ચે નેપાળમાં લહેરાવ્યો તિરંગો

કાઠમંડુમાં એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ ભારતીય ધ્વજ પોતાના ખભા પર લપેટીને જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થયો. આ વીડિયો ઓનલાઈન સામે આવ્યાના થોડા કલાકો બાદ અંજુમે X (અગાઉ ટ્વીટર) પર ખૂલીને લખ્યું કે, કલા સીમાઓની વિપરિત હોય છે અને તે ફરીથી ભારતીય ધ્વજ ફરકાવશે. આ દરમિયાન કેટલાક લોકો હવે આશ્ચર્ય પામી રહ્યા છે કે પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે.

Talha-Anjum1

તલ્હા અંજુમ પાકિસ્તાનનો રેપર છે. તે ભારતીય ગલી ગેંગના રેપર નેઝી  માટે પોતાનું ડિસ ટ્રેક ‘કૌન તલ્હા’ પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ભીડમાંથી કોઈએ તેના પર ભારતીય ધ્વજ ફેંક્યો. તેના ફ્લોને તોડ્યા વિના તેણે એક જ ઝટકામાં ભારતીય ધ્વજ પકડ્યો અને લહેરાવ્યો અને અંતે તેને પોતાની આસપાસ લપેટી લીધો, જેના કારણે ઓનલાઈન અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી છે.

https://twitter.com/i/status/1989932158774128737

પાકિસ્તાની રેપરે X પર પોતાનો બચાવ કર્યો. તેણે લખ્યું કે, ‘મારા દિલમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મારી કલાની કોઈ સીમા નથી. જો ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય છે, તો થવા દો હું ફરીથી આવું કરીશ… હું મીડિયા, યુદ્ધ ફેલાવતી સરકારો અને તેમના પ્રચારની ક્યારેય પરવા નહીં કરું. ઉર્દૂ રેપ હંમેશાં સીમાઓ વિનાનું રહ્યું છે અને હંમેશાં રહેશે.

https://twitter.com/talhahanjum/status/1990096851136315758?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1990096851136315758%7Ctwgr%5Ebf703629c55c5728883fe32ab58f8578055db406%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.khabarchhe.com%2Fentertainment%2Fwho-is-talha-anjum-pakistani-rapper-waves-indian-flag-during-he-was-once-warned-by%2Farticle-174735

ભારતીય ધ્વજવાળા વિવાદ પર તલ્હા અંજુમની પ્રતિક્રિયા પર યુઝર્સ વિભાજિત થઇ ગયા હતા, કેટલાકે તેનું સમર્થન કરતા કહ્યું કે કલા સીમાઓથી વિપરીત છે. અન્ય લોકોએ કહ્યું કે તે ભારતીય ચાહકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું, ‘કોઈ વાંધો નહીં દોસ્ત, જે કરવાનો હોય તે કર. કોઈપણ દેશનો ધ્વજ ફરકાવવાથી તમે પાકિસ્તાન વિરોધી નહીં બની જાવ. અમે હંમેશાં તને સપોર્ટ કરીશું. અન્ય એક યુઝરે ‘શું વ્યૂઝ નથી મળી રહ્યા કે શું, ભાઈ?’

Talha-Anjum

પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે?

તલ્હા અંજુમ એક પ્રખ્યાત પાકિસ્તાની રેપર, ગીતકાર અને હિપ-હોપ આર્ટિસ્ટ છે. તલ્હા અંજુમ ઉર્દૂ રેપમાં ક્રાંતિ લાવવા માટે જાણીતો છે. તેણે ‘બર્ગર-એ-કરાચી’, ‘મૈલા મજનૂ’ અને ‘લામ સાઈ ચૌરા’ જેવા હિટ ટ્રેકથી ખ્યાતિ મેળવી. તે પાકિસ્તાન અને ભારત બંનેના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

error: Content is protected !!