fbpx

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરતની સિદ્ધિ

Spread the love

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરતની સિદ્ધિ

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરતને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. Knowledge Consortium of Gujarat (KCG), અમદાવાદ દ્વારા ડો. ઇરમલા દયાલ (ઇનચાર્જ આચાર્યા, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) ને ગ્રાહક સુરક્ષા વિષય અનુસંધાને રિસર્ચ પ્રોજેક્ટ એનાયત થયેલ છે અને તે માટે નાણાકીય સહાય મંજુર કરવામાં આવેલ છે. જે માટે વિખ્યાત એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટીવ કમિટિ, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) નું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમના કુશળ માર્ગદર્શન હેઠળ કોલેજે અત્યાર સુધીમાં ગ્રાહક સુરક્ષા આધારિત બે રાષ્ટ્રીયકક્ષાની કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે અને પાંચ પુસ્તકો પ્રકાશિત કરેલ છે.

કોલેજે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ભવિષ્યમાં પણ સંશોધન ક્ષેત્રે નવા શિખરો સર કરવાના પુરેપુરા પ્રયત્ન કોલેજની રિસર્ચ ટીમ અગાઉ ધપાવશે એવું જણાવતા કોલેજના દિશાદર્શક પ્રખ્યાત એડવોકેટ  શ્રેયસ દેસાઈ(ચેરમેન, એડમિનિસ્ટ્રેટીવ કમિટિ, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) અને ડૉ. ઈરમલા દયાલ (ઇનચાર્જ આચાર્યા, વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ, સુરત) હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરેલ હતી.

error: Content is protected !!