
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને જબરદસ્ત પછડાટ મળ્યા પછી કોંગ્રેસે હવે હારનું ઠીકરું ચૂંટણી પંચ પર ફોડ્યું છે. કોંગ્રેસ નેતાઓ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરીને કહી રહ્યા છે કે, બિહારમાં RJDને 1.8 કરોડ વોટ એટલે કે 23 ટકા સૌથી વધારે મોટ મળ્યા છતા માત્ર 25 જ બેઠકો મળી. તેની સામે ભાજપને 96 લાખ વોટ મળ્યા અને 91 સીટ મળી.JDUને 90 લાખ વોટ મળ્યા અને 83 બેઠકો મળી.
બિહારની ચૂંટણીમાં 24થી 28 બેઠકો એવી હતી કે જેમાં RJDને વધારે મત મળ્યા છતા ત્રીજા ક્રમે રહી. આવા સવાલો કોંગ્રેસના લોકો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસે 128 બેઠકો પર ગરબડ થઇ હોવાનો આરોપ લગાવ્યો છે.
જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે. RJDનો વોટ શેર વધારે રહેવો સ્વાભાવિક છે, કારણકે તેઓ 143 બેઠકો પર ચૂંટણી લડ્યા જ્યારે ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડ્યા.

