
બિહારમાં કોંગ્રેસને ભારે ફટકો પડ્યો અને માત્ર 6 જ બેઠકો પર કોંગ્રેસને જીત મળી. કોંગ્રેસ માટે આ શરમજનક હાર છે. બિહારના પરિણામ પછી કોંગ્રેસ નેતાઓ હવે ખુલીને બહાર આવી રહ્યા છે અને પાર્ટીની ખામી જણાવી રહ્યા છે.
કોંગ્રેસ નેતા શરૂર થરૂરે કહ્યું કે, પાર્ટીએ હવે આત્મમંથન કરવું પડશે એટલું જ નહીં, પરંતુ સંગઠનાત્મક અને રણનીતીક ભૂલની પણ સાયન્ટીફીક રીતે સમીક્ષા કરવી પડશે. બિહારના કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, હાઇકમાન્ડ હજુ પણ નહીં જાગશે તો આવનારા સંયમાં કોંગ્રેસમાં મોટું સંક્ટ ઉભું થશે.
દિવગંત અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કહ્યું કે, હવે કોઇ બહાનું ચાલશે નહીં કે કોઇ દોષારોપણ પણ નહીં ચાલષે. કેટલાક એવા નેતાઓના હાથમાં સત્તા છે જેમને જમીની હકીકત વિશે ખબર જ નથી.

