
ગુજરાત અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં નકલી સોનાના ઘરેણા અસલી બતાવીને વેચીને વેપારીઓ અને સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 3 સભ્યોની રાજુલા પોલીસે ધરપકડ કરી છે.
હુસેન અલી નામના વ્યક્તિએ પોલીસને ફરિયાદ કરી હતી કે, એક મજૂર દુકાને આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, ઘર ખોદકામ કરતી વખતે સોનાનો હાર મળ્યો છે અને વિશ્વાસ અપાવવા મજૂરે સોનાની 2 અસલી કડી આપી હતી. મજૂર પર વિશ્વાસ રાખીને 10 લાખનો હાર 4 લાખમાં હુસેને ખરીદી લીધો. પછી ખબર પડી કે આતો નકલી હાર છે.
પોલીસે અર્જૂન મારવાડી, નરેશ મારવાડી અને બંકીયો મારવાડીની ધરપકડ કરીને 3.39 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે. પોલીસે કહ્યું કે, આ ગેંગ રીક્ષામાં ફરે છે અને પ્લાસ્ટીકના ફુલો વેચવાનું કામ કરે છે.

