
સુરત પોલીસએ તાજેતરમાં એક જાણીતી ડેરી માંથી 200 કિગ્રા નકલી પનીર જપ્ત કર્યું. આ માત્ર મિલાવટનો કેસ નથી — પણ એક ગંભીર જોખમ છે, જેને દરેક પરિવારે ગંભીરતાથી લેવું જરૂરી છે.
એક ડૉક્ટર તરીકે, હું રોજ જોઊં છું કે મિલાવટવાળી ડેરી પ્રોડક્ટ્સ શરીર પર કેટલું નુકસાન કરતી હોય છે. પનીર આપણા રસોડામાં સામાન્ય છે, પરંતુ જ્યારે તેમાં ડિટર્જન્ટ, સ્ટાર્ચ, સિન્થેટિક મિલ્ક, હાઇડ્રોજનેટેડ ફેટ અથવા યુરિયા વપરાય છે — ત્યારે તે ધીમે ધીમે ઝેર બની જાય છે.
આ ઘટના યાદ કરાવેછે કે નકલી પનીર માત્ર નાની છેતરપિંડી નથી — પરંતુ જીવલેણ છે.

નકલી પનીર કેમ નુકસાનકારક છે?
1. પેટ અને આંતરડાની ગંભીર સમસ્યાઓ
નકલી પનીરમાં ડિટર્જન્ટ, સ્ટાર્ચ, બગડેલું દૂધ અથવા ઘાટ માટે વપરાતા કેમિકલ્સ હોય છે.
લક્ષણો:
– ઊલટી
– પેટમાં દુખાવો
– દસ્ત
– ફૂડ પોઈઝનિંગ, કેટલીક વખત હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર
2. કિડની પર ભાર અને લાંબાગાળાનું નુકસાન
યુરિયા અથવા સિન્થેટિક દૂધથી બનેલું પનીર કિડની પર વધુ દબાણ ઊભું કરે છે.
તે કારણે:
કિડનીમાં સોજો
ડિહાઈડ્રેશન
બાળકો અને વૃદ્ધોમાં લાંબા ગાળે કિડનીને નુકસાન
3. હોર્મોનલ અસંતુલન અને પ્રજનન સમસ્યાઓ
મિલાવટવાળી ડેરીમાં રહેલા કેમિકલ્સ:
– હોર્મોનલ સંતુલન બગાડી શકે
– માસિક ચક્રને અસર કરી શકે
– સ્ત્રી-પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા ઘટાડે
4. એલર્જી અને ત્વચા સમસ્યાઓ
ડિટર્જન્ટ મિશ્રિત પનીરથી થઈ શકે:
– સ્કિન રેશ
– મોંમાં ચબકારા
– ગળામાં ઈરિટેશન
– એલર્જિક રિએક્શન
5. ઇમ્યુનિટી નબળી પડે છે
લાંબા સમય સુધી નકલી પનીર ખાવાથી શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થાય છે અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે—ખાસ કરીને બાળકોમાં.

ઘરે નકલી પનીર ઓળખો
– ટેક્સ્ચર ટેસ્ટ
સાચું પનીર નરમ અને થોડું દાણા વાળું હોય છે
-નકલી પનીર ખૂબ ચીકણું અને રબર જેવું લાગે છે
– ગરમ પાણી ટેસ્ટ
10 મિનિટ સુધી પનીર ગરમ પાણીમાં મૂકો:
સાચું પનીર નરમ થઈ જાય
નકલી પનીર રબર જેવું કઠોર થઈ જાય અથવા સ્ટાર્ચ હોવાથી તૂટી પડે
– સુગંધ તપાસો
સાબુ, કેમિકલ અથવા ખાટ્ટા દૂધ જેવી ગંધ આવે તો તરત ફેંકી દો.

– તેલ છોડે છે કે નહીં
નકલી પનીર ગરમ કરતાં તેલ છોડે છે.
– ખૂબ સસ્તું પનીર
બજાર ભાવ કરતા બહુ ઓછી કિંમતનું પનીર મોટાભાગે મિલાવટયુક્ત હોય છે.

