fbpx

સુરતમાં ઘી અને ચીઝ પણ ખાવાલાયક નથી, 6 દુકાનોના સેમ્પલ ફેઇલ

Spread the love

સુરતમાં ઘી અને ચીઝ પણ ખાવાલાયક નથી, 6 દુકાનોના સેમ્પલ ફેઇલ

દુનિયાભરમાં એક કહેવત જાણીતી છે કે, સુરતનું જમણ, કાશીનું મરણ. એવું લાગે છે કે કેટલાંક ભેળસેળીયાઓ સુરતની આ ઓળખ ભૂંસી નાંખશે. તાજેતરમાં સુરભી ડેરીમાંથી નકલી પનીરનો મોટો જથ્થો પકડાયો પછી સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગે અનેક જગ્યાઓ પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં 12 દિવસોમાં જે સેમ્પલ લેવાયા તેમાંથી 6 દુકાનાનો સેમ્પલ અનસેફ મળ્યા.

જે દુકાનોના સેમ્પલ ફેઇલ થયા તેમાં એચ .એલ ફોઝન ફ્રુડ, શિવ ધરમરાજ ડેરી, એસ.પી માર્કેટીંગ, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ, ઇન્ડિયા ઘર ડેરી, ઘી પેલેસનો સમાવેશ થાય છે.

સુરત મહાનગર પાલિકા આ તમામ 6ની સામે કોર્ટમાં કેસ દાખલ કરશે. પાલિકાના અધિકારીએ કહ્યુ કે, મંજૂરી કરતા વધારે કેમીકલ હોય, બેકટેરીયા વધારે હોય અને હાનિકારક પદાર્થનો વધુ ઉપયોગ થયો હોય તેવા સેમ્પલને અનસેફ જાહેર કરવામાં આવે છે.

error: Content is protected !!