fbpx

ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોતાને બદામ અને હાલના MLAને મગફળી કહી દીધા

Spread the love

ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોતાને બદામ અને હાલના MLAને મગફળી કહી દીધા

ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી કોંગ્રસ નેતાઓને ભાજપમાં સામેલ કરવા અને તેમને ટિકીટ આપી દેવી એ વાત મુળ ભાજપના કાર્યકરોને કઠી રહી છે. આને કારણે ભાજપના કેટલાંક નેતાઓ સાઇડ લાઇન થઇ ગયા છે.

વડોદરા ભાજપની પૂર્વ પ્રમુખ અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે અલગથી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં કરજણના હાલના ધારાસભ્ય કે જે કોંગ્રેસમાંથી આવેલા છે તેવા અક્ષય પટેલ સામે નિશાન સાધીને કહ્યું કે, કેટલાંક વિરોધીઓ મગફળી જેવા છે જે વેરાઇ જશે. હું પોતે બદામ જેવો મૂલ્યવાન છુ અને ભાજપનો કાર્યકર છું.

 આ વાતને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સતીષ પટેલે કહ્યું , ભલે મારી પાસે કોઇ હોદ્દો કે સત્તા નથી, પરંતુ ભાજપનો સૈનિક હજુ પણ છું.

error: Content is protected !!