fbpx

સુરતમાં 4 વર્ષના બાળક પર 5 કુતરા તુટી પડ્યા, 50 બચકાં ભર્યા

Spread the love

સુરતમાં 4 વર્ષના બાળક પર 5 કુતરા તુટી પડ્યા, 50 બચકાં ભર્યા

સુરતમાં 4 વર્ષના બાળક પર 5 કુતરા તુટી પડ્યા, 50 બચકાં ભર્યા, ગંભીર

સુરતના સચિન વિસ્તારમાં રખડતા કુતરાઓના હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. 4 વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે પાંચ જેટલા સ્ટ્રીટ ડોગે બાળક પર હુમલો કરી દીધો હતો અને બાળકનું આખું માથું ફાડી નાંખ્યું હતું. કુતરાઓએ બાળકને 50થી વધારે બચકાં ભરી લીધા હતા. બાળક લોહીલુહાણ થઇ ગયો હતો. કેટલાંક લોકોએ બાળકને છોડાવ્યો અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

સચિન વિસ્તારમાં સિવાય પ્રજાપતિ નામના 4 વર્ષના બાળક પર રખડતા કુતરાઓએ હુમલો કરી દેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબો આ બાળકની સર્જરી કરીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખા શરીર પર કુતરાઓએ બચકાં ભરી લીધા છે.

સુરત મહાનગર પાલિકાએ રખડતા કુતરાઓના રસીકરણ પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે, પરંતુ ડોગ બાઇટના કેસો ઘટતા નથી.

error: Content is protected !!