
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાર્મિક, આધ્યાત્મિક અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એક દાખલો બેસાડીને સાબિત કર્યું છે કે તેઓ ખરેખર સંવેદનશીલ મુખ્યમંત્રી છે.
ભૂપેન્દ્ર દાદાનો 24 નવેમ્બર, સોમવારે જામનગરના ટાઉનહોલમાં એક સરકારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. CMનો કાર્યક્રમ હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો.
હવે આ જ ટાઉનહોલમાં 23 નવેમ્બરે સંજના પરમાર નામની દીકરીના લગ્ન હતા અને પરિવારને લગ્નના કાર્યક્મમાં મુશ્કેલી આવી રહી હતી. પરિવારે માહિતી ખાતા દ્રારા મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી અને બે જ કલાકમાં મુખ્યમંત્રીએ ફોન કરીને પરમાર પરિવારને કહ્યું કે, મેં મારા કાર્યક્રમનું સ્થળ બદલી નાંખ્યું છે, તમે ધામધમૂમથી લગ્ન કરો.ભૂપેન્દ્ર દાદા સોમવારે પરમાર પરિવારને મળવા પણ જવાના છે.

