પ્રાંતિજ પોલીસ પરિવાર ની મહિલાઓ લાલધુમ
– પ્રાંતિજ પોલીસ પરિવાર દ્રારા વિરોધ કરવામા આવ્યો
– બનાસકાંઠા ના ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો
– પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે પોસ્ટરો બેનરો સાથે દોડી આવી વિરોધ કર્યો
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા તાજેતરમાં જ પોલીસ વિશે જે નિવેદનો કરવામાં આવે છે તેને લઈને પ્રાંતિજ પોલીસ પરિવાર ની મહિલાઓ દ્રારા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે હાથમા બેનરો પોસ્ટરો સાથે વિરોધ વ્યક્ત કર્યો




સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં પોલીસ પરિવારજનો દ્વારા આક્રોશ સાથે હાથમા બેનરો પોસ્ટરો સાથે પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે એકઠા થઈ ને જિગ્નેશ મેવાણી સામે રોષ ઠાલવ્યો હતો વડગામ ધારાસભ્ય દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવવા વાળા કરેલા નિવેદનને લઈ રાજ્યભરનાં ટીકા થઈ રહી છે આ દરમિયાન પોલીસ પરિવારજનોએ ધારાસભ્ય મેવાણીની આ પ્રકારની માનસિકતા સાથેના નિવેદનો સામે વિરોધ નોંધાવ્યો છે પોલીસ રાત અને દિવસ સુરક્ષા અને સલામતી માટે ફરજ બજાવતી હોય છે અને ખુદના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા એ દરમિયાન પોલીસના મોરલને તોડી પાડવા સમાન વાણી-વર્તન કરતા ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ રોષ દર્શાવ્યો હતો પોલીસ કર્મીઓના પરિવારની મહિલાઓ અને બાળકો પણ રોષ વ્યક્ત કરવા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે હાથમા પોસ્ટરો બેનરો સાથે એકઠા થયા હતા અને પ્રાંતિજ પોલીસ પરિવારની મહિલાઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો જેમા ધારાસભ્ય દ્વારા કરેલા નિવેદન અંગે ધારાસભ્ય માફી પણ માગે એવી માગ કરવામાં આવી હતી આ સાથેજ આગામી દિવસમાં પણ વિરોધ દર્શાવવાની જરૂર લાગશે તો વિરોધ દર્શાવવાની પણ તૈયારીઓ દર્શાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા

