પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ રોડ નુ કામ કાચબાની ગતીએ
– કોન્ટ્રાક્ટર દ્રારા વચ્ચે કામ અધુરૂ મુકીને આગળ કામ ચાલુ કર્યુ
– લગ્ન ની સીઝન માંજ સોસાયટીઓ આગળ કામ ચાલુ કરતા રહીશોમા નારાજગી
– જુના રોડ કરતા એક ફુટ લેવલ ઉચુ જતા સોસાયટીના રહીશો મા રોષ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ રોડ નુ કામ મનથર ગતીએ ચાલતુ હોય અને કોન્ટ્રાક્ટર દ્રારા રોડ વચ્ચે કામ અધુરૂ મુકીને અલગ-અલગ જગ્યાએ કામ ચાલુ કરતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે







પ્રાંતિજ ત્રણ રસ્તાથી પ્રાંતિજ રેલ્વેસ્ટેશન સુધી ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ રોડ નુ કામ ધીમીગતિ ને લઈ ને નગરજનોમા રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ લગ્ન સીઝન હોય કોન્ટ્રાક્ટર દ્રારા ખાલી જગ્યાએ રોડ બનાવાનુ મુકીને સોસાયટીઓ દુકાનો શોપિંગ આગળ રોડ નુ ખોદકામ ચાલુ કરતા લગ્ન સીઝન મા સોસાયટીઓ ના રહીશો પરેશાન થઈ રહ્યા છે અને ખોદકામ ને લઈ ને હાલાકી ઓ પડી રહી છે ત્યારે ખોદકામ બાદ રોડ કોન્ટ્રાક્ટર દ્રારા દશ દિવસ બાદ પણ કામ ચાલુ ના કરતા રહીશોમા રોષ જોવા મળી રહ્યો છે તો ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર દ્રારા સોસાયટી વિસ્તારો કે આજુબાજુ મા રોડ સેફ્ટી પટ્ટી કે કામ ચાલુ ના બોડ ના મુક્યા હોય સોસાયટી ના રહીશો કે સોસાયટીઓમા આવતા લોકો પડેતો નવાઈ નહી તો બીજી બાજુ રાત્રી ના સ્ટ્રીટ લાઈટો બંધ હોય અને સેફ્ટી પટ્ટી લગાવેલ ના હોય તો ખોદકામ કરેલ ખાડાઓમા કોઇ વાહન ચાલક કે સોસાયટી ના બાળકો વૃધ્ધો ખાડામા પટકાય તો નવાઈ નહી તો બીજી બાજુ જુના રોડ કરતા એક ફુટ થી પણ વધારે રોડ ઉચો જતા હાલતો રોડ ની આજુબાજુ આવેલ સોસાયટીઓ ના રહીશો તથા દુકાન માલિકો , શોપિંગ માલિકો મા પણ રોડ ઉચો જવાને લઈ ને રોષ જોવા મળી રહ્યો છે અને રોડ ઉચો જતા રોડની આજુબાજુમા આવેલ શોપિંગ દુકાનો તથા સોસાયટીઓમા વરસાદી પાણી ધુસી જશે તેવો ભંય પણ સોસાયટી ના લોકો દુકાન માલિકો મા જોવા મલી રહ્યો છે ત્યારે હાલતો રોડ ના કામને લઈ ને પણ બુમરાહ ઉઠવા પામી છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા ખરેખર તપાસ કરવામા આવે તેવી માંગ પણ ઉઠવામા આવી રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા ખરેખર તપાસ થશે પછી હોતા હે ચલતા હે હમ ભી સાથે હે જેવુ જોવા મલશે એતો હવે આવનાર દિવસોમાંજ ખબર પડેશે તેમ કહીએ તો નવાઇ નહી
જીલ રાવલ સાબરકાંઠા

