fbpx

પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયાએ વિખુટા પડેલા પરિવારને જોડ્યો; 37 વર્ષ પહેલાં કુટુંબને છોડી ગયેલો પુત્ર ઘરે પાછો ફર્યો

Spread the love

પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયાએ વિખુટા પડેલા પરિવારને જોડ્યો; 37 વર્ષ પહેલાં કુટુંબને છોડી ગયેલો પુત્ર ઘરે પાછો ફર્યો

મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા, જે હાલમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલી છે, જે પુરુલિયાના એક ગામમાં એક અદભુત અને લાગણીસભર પરિણામ લઈને આવ્યું છે. આ કાગળકામ સાથે જોડાયેલી સમગ્ર પ્રક્રિયા લગભગ ચાર દાયકા પહેલા અલગ થયેલા પરિવારને ફરીથી મેળવવાનું માધ્યમ બની હતી.

Bengal Family-Missing Son

ચક્રવર્તી પરિવારે તેમના મોટા પુત્ર, વિવેક ચક્રવર્તીને ફરી ક્યારેય મળશે એવી આશા છોડી દીધી હતી. વિવેક 1988માં ઘર છોડીને ગયો અને ફરી ક્યારેય પાછો ફર્યો ન હતો. વર્ષોની શોધખોળનું કોઈ પરિણામ આવ્યું નહીં. ધીમે ધીમે, પરિવાર કાયમ માટે દુ:ખમાં ડૂબી ગયો. પરંતુ SIR પ્રક્રિયા દ્વારા ભાગ્યએ એક એવો દરવાજો ખોલ્યો જે પરિવાર હંમેશા માટે બંધ મણિ રહ્યો હતો.

આ ચમત્કાર એક સરળ સરકારી ફોર્મ અને એક ભાઈની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતા દ્વારા શક્ય બન્યો. વિવેકનો નાનો ભાઈ પ્રદીપ ચક્રવર્તી, તેમના વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર (BLO) છે. SIR ઝુંબેશ દરમિયાન, તેમના નામ અને ફોન નંબરવાળા ફોર્મ આખા વિસ્તારમાં વહેંચવામાં આવ્યા હતા અને એક સાધારણ ફોન કોલથી બધું બદલાઈ ગયું.

Bengal Family-Missing Son

કોલકાતામાં રહેતા અને BLO સાથેના કોઈ કૌટુંબિક સંબંધથી અજાણ વિવેકના દીકરાએ દસ્તાવેજીકરણ સહાય માટે પ્રદીપને ફોન કર્યો. બંનેએ પરિવારના ઇતિહાસના ટુકડાઓ ભેગા કરવાનું શરૂ કર્યું ત્યારે એક નીરસ સત્તાવાર વાતચીત ધીમે ધીમે ભાવનાત્મક બની ગઈ.

પ્રદીપે બતાવ્યું કે, ‘મારો મોટો ભાઈ છેલ્લે 1988માં ઘરે આવ્યો હતો. તે પછી, તે ગાયબ થઈ ગયો. અમે ઘણી જગ્યાએ શોધ કરી. કદાચ તેને કોઈ ગેરસમજ અથવા અભિમાન હતું, પરંતુ તેણે બધા સંબંધો તોડી નાખ્યા. જ્યારે આ છોકરો મારી સાથે વાત કરી, અને તેના જવાબો અમારી કૌટુંબિક ઓળખ સાથે મેળ ખાવા લાગ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું મારા પોતાના ભત્રીજા સાથે જ વાત કરી રહ્યો છું.’

પ્રશ્નો ધીમે ધીમે ધ્રૂજતા અવાજોમાં ફેરવાઈ ગયા, અને અંતે, તે ક્ષણ આવી જેની બંનેમાંથી કોઈએ કલ્પના પણ નહોતી કરી. 37 વર્ષના મૌન પછી, પ્રદીપ અને વિવેકે એકબીજાના અવાજો સાંભળ્યા, અને દાયકાઓની પીડા આનંદમાં ફેરવાઈ ગઈ.

Bengal Family-Missing Son

ફોનની બીજી બાજુ, ભાવનાશીલ વિવેકે કહ્યું, ‘આ લાગણીનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી. 37 વર્ષ પછી, હું આખરે ઘરે પાછો ફરી રહ્યો છું. મેં મારા પરિવારના બધા સભ્યો સાથે વાત કરી છે. હું ખુશીથી આનંદવિભોર થઇ ગયો છું. હું ચૂંટણી પંચનો આભાર માનું છું. જો SIR પ્રક્રિયા ન હોતે તો, આ પુનઃમિલન ક્યારેય શક્ય બન્યું ન હોત.’

error: Content is protected !!