fbpx

ધર્મેન્દ્રની 25 ડિસેમ્બરે ફિલ્મ ‘ઇક્કિસ’ આવી રહી છે

Spread the love

ધર્મેન્દ્રની 25 ડિસેમ્બરે ફિલ્મ 'ઇક્કિસ' આવી રહી છે

બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેઓ હવે આપણી વચ્ચે નથી. આ સમાચારથી બોલિવૂડ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ 89 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. તેમને આજે સવારે (સોમવારે) તબિયત વધારે ખરાબ થઇ જવાથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. પંજાબના નાના ગામમાં નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્ર એક સરકારી શાળાના મુખ્ય શિક્ષકના પુત્ર હતા. આજે, આખો દેશ તેમને હી-મેન તરીકે ઓળખે છે. ધર્મેન્દ્રએ 10મા ધોરણમાં દિલીપ કુમારની ફિલ્મ જોયા પછી હીરો બનવાનું સ્વપ્ન જોયું હતું, જેમાં તેમણે ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં ભાગ લીધો અને ફિલ્મ મેળવી, જેણે ધર્મેન્દ્ર અને હિન્દી સિનેમાને એટલા નજીકથી જોડી દીધા કે, આજે પણ તેમને અલગ કરવાની કલ્પના કરવી અશક્ય છે.

67

તેમણે 19 વર્ષની નાની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી ધર્મેન્દ્રને ચાર બાળકો થયા, સની, બોબી, અજેતા અને વિજેતા. તેમણે 1954માં ફિલ્મફેર ટેલેન્ટ હન્ટમાં ભાગ લીધો હતો, શરત એ હતી કે આ સ્પર્ધાના વિજેતાને ફિલ્મ ઓફર કરવામાં આવશે. બધા ઉમેદવારોને દેવઆનંદની ફિલ્મના સેટ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં દેવઆનંદે ધર્મેન્દ્રને દૂરથી જોયો અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને તેમને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જોકે, ધર્મેન્દ્ર સ્પર્ધા જીતી ગયા અને ફિલ્મ મેળવી, પરંતુ તે ફિલ્મ ક્યારેય બની ન હતી.

66

હવે જ્યારે તેઓ મુંબઈ ગયા હતા, ત્યારે તેમને જીવનનિર્વાહ માટે કંઈક જોઈતું હતું. તેમણે મુંબઈના ડાર્લિંગ ફાર્મમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેમને ફક્ત 200 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ કામ કરતી વખતે, તેઓ ફિલ્મમાં કામ મળવાની આશા રાખીને ત્યાંના પ્રોડક્શન હાઉસમાં પણ ચક્કર લગાવતા હતા. ઘણા મહિનાઓ સુધી ચક્કર લગાવ્યા પછી, તેમને 1960માં રિલીઝ થયેલી અર્જુન હિંગોરાનીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’માં ભૂમિકા મળી.

68

ધર્મેન્દ્રને આ ફિલ્મ માટે માત્ર 51 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમને જીવન નિર્વાહ ચલાવવા માટે પૈસા બચાવવાની જરૂર હતી, તેથી તેઓએ ફિલ્મના દિગ્દર્શક અર્જુન હિંગોરાનીના ગેરેજમાં રહેવાનું શરુ કર્યું. ફિલ્મના શૂટિંગ દરમિયાન, તેમને કમળો થયો અને તેમનું વજન ખુબ જ ઘટી ગયું, તેઓ એટલા પાતળા થઈ ગયા કે તેમને ડર હતો કે લોકો તેમને નાપસંદ કરશે. જોકે, આવું બન્યું નહીં, અને રિલીઝ થયા પછી, તેમણે એક અનોખી ઓળખ મેળવી. આ પહેલી ફિલ્મની સફળતાએ ધર્મેન્દ્રની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી.

69

આ સફળ ફિલ્મ પછી, તેમને એક પછી એક ફિલ્મો મળી, જેમાં ‘સૂરત ઔર સીરત’ (1962), ‘અનપઢ’ (1962), ‘બંદિની’ (1963), અને ‘આઈ મિલન કી બેલા’ (1964) જેવી અનેક હિટ ફિલ્મો આપી. 1964માં ધર્મેન્દ્ર મીના કુમારી સાથે ‘મૈં ભી લડકી હૂં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મીના કુમારી તેમને પસંદ કરવા લાગી. તે સમયે, મીના કુમારી અને તેમના પતિ કમલ અમરોહી વચ્ચે થોડો મતભેદ થયો હતો. મીના કુમારી ધર્મેન્દ્રને એટલી હદે પસંદ કરતી હતી કે તે દરેક દિગ્દર્શકને કહેતી હતી કે જો ધર્મેન્દ્ર ફિલ્મનો હીરો હોય તો જ તે ફિલ્મ કરશે. આ સ્થિતિને કારણે ધર્મેન્દ્રને મીના કુમારી સાથે ‘પૂર્ણિમા’ (1965), ‘કાજલ’ (1965), ‘મંજલી દીદી’ (1967), ‘બહારો કી મંઝિલ’ (1968) જેવી ફિલ્મો મળી. આવી ઘણી ફિલ્મોએ તેમને સ્ટારનો દરજ્જો આપ્યો, પરંતુ સમય જતા ધર્મેન્દ્ર અને મીના કુમારીનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

70

1960 અને 1970ના દાયકા વચ્ચે, ધર્મેન્દ્ર એક રોમેન્ટિક હીરોની છબી બનાવી રહ્યા હતા, પરંતુ 1967માં, તેમની ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ રિલીઝ થઈ, જેમાં તેઓ પ્રથમ વખત એક એક્શન હીરોની ભૂમિકા ભજવી, જેણે તેમની છબી બદલી નાખી અને તેમને એક એક્શન હીરો બનાવ્યા.

1976 અને 1984ની વચ્ચે, તેમણે ‘ચરસ’ (1976), ‘ધરમ વીર’ (1977), ‘આઝાદ’ (1978), ‘કાતિલોં કા કાતિલ’ (1981), ‘ગજબ’ (1982), ‘બગાવત’ (1982), મૈં ઇંતેકામ લુંગા (1982), ‘જાની દોસ્ત’ (1983), ‘ધર્મ ઔર કાનૂન’ (1984), ‘જિને નહિ દૂંગા’ (1984), અને ‘રાજ તિલક’ (1984) સહિત અનેક હિટ એક્શન ફિલ્મોએ તેમને ‘હી-મેન’ તરીકે ઓળખ આપી.

71

ધર્મેન્દ્ર અને હેમા માલિની 1965માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આસમાન મહેલ’ના પ્રીમિયરમાં પ્રથમવાર મળ્યા હતા. તે સમયે ધર્મેન્દ્ર સુપરસ્ટાર હતા અને હેમા માલિની પાસે માત્ર એક જ ફિલ્મ હતી જે ફ્લોપ રહી હતી. ત્યારપછી 1970માં તેમણે હેમા માલિની સાથે ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’માં કામ કર્યું. સેટ પર સાથે સમય વિતાવતા, બંને એકબીજાની નજીક આવ્યા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા. આ જોડીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી, અને ત્યારપછી તેમણે ‘સીતા ઔર ગીતા’ (1972), ‘રાજા જાની’ (1972), ‘શોલે’ (1975), ‘ચરસ’ (1976) અને ‘ડ્રીમ ગર્લ’ (1977) સહિત અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું. શોલેના શૂટિંગ દરમિયાન તેઓ નજીક આવ્યા અને 1980માં લગ્ન કરી લીધા. જોકે, હેમા માલિનીનો પરિવાર તેમની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો, કારણ કે ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા. તેમણે ધર્મેન્દ્રને તેનાથી દૂર રાખવા માટે તેના લગ્ન જીતેન્દ્ર સાથે ગોઠવ્યા. બંને પરિવારોએ જીતેન્દ્ર અને હેમા માલિનીની સગાઈ પણ ગોઠવી દીધી હતી, પરંતુ ધર્મેન્દ્ર જીતેન્દ્રની ગર્લફ્રેન્ડ શોભા સાથે હેમા માલિનીના ઘરે પહોંચ્યા અને સગાઈ અટકાવી દીધી. ધર્મેન્દ્ર હેમા સાથે લગ્ન કરવા માટે પ્રકાશ કૌરને છૂટાછેડા આપવાના હતા. જ્યારે પ્રકાશ કૌરે તલાક આપવાની ના પાડી, ત્યારે ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને હેમા માલિનીને તેની બીજી પત્નીનો દરજ્જો આપ્યો. આ લગ્ન બંને માટે વિવાદોથી ભરેલા રહ્યા હતા. આ લગ્નથી તેમણે બે પુત્રીઓ થઇ હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિની ફિલ્મ ઉદ્યોગના સફળ પરિણીત યુગલોમાંના એક બન્યા.

72

તેમના મોટા પુત્ર સનીને લોન્ચ કરવા માટે, તેમણે 1983માં પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું, જેનું નામ વિજેતા ફિલ્મ્સ રાખ્યું હતું, જે તેમની એક પુત્રીનું નામ છે. આ અંતર્ગત, તેમણે તેમના પુત્ર સનીને ફિલ્મ ‘બેતાબ’ દ્વારા લોન્ચ કર્યો. આ ફિલ્મ 1983ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ જ પ્રોડક્શન હેઠળ, તેમણે 1995માં ‘બરસાત’ ફિલ્મ સાથે તેમના બીજા પુત્ર બોબીને લોન્ચ કર્યો, 2019માં તેમના પૌત્ર કરણ દેઓલને ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મ સાથે લોન્ચ કર્યો, અને 2005માં તેમના ભત્રીજા અભય દેઓલને પણ ફિલ્મ ‘સોચા ના થા’થી લોન્ચ કર્યા.

ધર્મેન્દ્રએ ઉંમરને ફક્ત એક આંકડો માન્યો અને તેમણે 89 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કર્યું. 2004માં તેમણે ત્રણ વર્ષ માટે ફિલ્મોથી બ્રેક લીધો અને પછી 2007માં ‘લાઈફ ઇન અ મેટ્રો’ ફિલ્મ સાથે પાછા ફર્યા. આ પછી, ધર્મેન્દ્રએ દરેક ફિલ્મમાં સાઇડ હીરોની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં, 89 વર્ષની ઉંમરે, તેમણે ફિલ્મ ‘ઇક્કિસ’ કરી, જે 25 ડિસેમ્બરે રિલીઝ થનારી છે. આ ઉપરાંત, ધર્મેન્દ્ર તેમની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘અપને-2’માં પણ કામ કરી રહ્યા હતા. તેમના બે પુત્રો સની અને બોબી તેમની સાથે કામ કરી રહ્યા હતા.

error: Content is protected !!