
બિહારમાં ભાજપ ભલે NDA ગઠબંધનની વાતો કરે, નીતિશને 10મી વખત મુખ્યમંત્રી બનાવે, પરંતુ સત્તાનો દોર તો ભાજપે પોતાની પાસે રાખીને નીતિશ કુમાર સાથે મોટો ખેલ પાડી દીધો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્માર્ટ ગેમ રમી લીધી છે.
બિહારમાં ભાજપ સૌથી વધારે 89 બેઠકો જીત્યું અને નીતિશ કુમારની પાર્ટી JDU 85 બેઠકો જીતી. ભાજપ ધારતે તો બિહારમાં એકલા હાથે સરકાર બનાવી શકતે. બિહારમાં નીતિશ કુમાર ભલે મુખ્યમંત્રી બન્યા, પરંતુ 20 વર્ષથી જે ખાતું નીતિશ પોતાની પાસે રાખતા હતા તે ગૃહ મંત્રાલય ભાજપે નીતિશ પાસેથી છીનવી લીધું છે અને ભાજપના મંત્રી સમ્રાટ ચૌધરીને આપી દેવામાં આવ્યું છે. મતલબ કે નીતિશ કુમાર બિહારમાં માત્ર હવે મુખવટા તરીકે જ સાબિત થશે. મલાઇ ભાજપ લઇ ગયું છે.

