fbpx

બિહારમાં 46 ટકા મંત્રીઓ સામે ગંભીર ક્રિમિનલ કેસ થયેલા છે

Spread the love

બિહારમાં 46 ટકા મંત્રીઓ સામે ગંભીર ક્રિમિનલ કેસ થયેલા છે

 એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિસર્ચ (ADR)નો બિહારના મંત્રીઓ પરનો એક સ્પેશિયલ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં મંત્રીઓની સામે કેટલાં પોલીસ કેસો, કેટલા ગંભીર કેસો, કેટલી સંપત્તિ, કેટલો અભ્યાસ વગેરે વિગતો જાહેર કરવામાં આવી છે.

21 નવેમ્બરે નીતિશ કુમારનું મંત્રી મંડળ બન્યું એ પછી ADRએ મંત્રીઓ ચૂંટણી વખતે સબમીટ કરેલા એફિડેવીટને આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. બિહારમાં 24 મંત્રીઓમાંથી 11 મંત્રીઓ સામે ક્રિમીનલ કેસો થયેલા છે એટલે કે 46 ટકા એવા મંત્રી છે જેમની સામે પોલીસ કેસ થયેલા છે.

હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનામાં સામેલ 8 મંત્રીઓ છે. સમ્રાટ ચૌધરી સામે 6 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 22 મંત્રીઓ કરોડપતિ છે. 8 મંત્રીઓ એવા છે જે માત્ર 10થી 12 ધોરણ જ ભણેલા છે. 63 ટકા મંત્રીઓ ગ્રેજ્યુએટની ઉપર ભણેલા છે.

error: Content is protected !!