fbpx

9 કિલો સોનું, દાગીના, ગિફ્ટ… બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના લૉકરમાંથી શું-શું મળ્યું?

Spread the love

9 કિલો સોનું, દાગીના, ગિફ્ટ... બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના લૉકરમાંથી શું-શું મળ્યું?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને તાજેતરમાં માનવતા વિરુદ્ધ ગુનાઓમાં દોષિત કરાર આપતા મૃ*ત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ ચૂકાદાના આધારે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સરકાર પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માંગણી કરી હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. તેમની મુશ્કેલીઓ વધુ ખરાબ થતી નજરે પડી રહી છે.

બાંગ્લાદેશ એન્ટિકરપ્શન કમિશન (ACC) હવે શેખ હસીના સામે ભ્રષ્ટાચાર અને આવકથી વધુ સંપત્તિના નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ACCએ શેખ હસીનાની સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ વધુ તેજ કરી દીધી છે. બાંગ્લાદેશના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સેલ અને નેશનલ બોર્ડ ઓફ રેવન્યૂએ તાજેતરમાં શેખ હસીનાના બેંક લોકર્સની તપાસ કરી હતી.

sheikh-hasina1

બાંગ્લાદેશી એજન્સીઓનો દાવો છે કે, હસીનાના બે લોકર્સમાંથી નવ કિલોગ્રામથી વધુ સોનાના દાગીના અને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મળેલા મોંઘા ભેટો મળી મળી છે. શેખ હસીનાના લોકર્સમાંથી સોનાના દાગીના, મોંઘા ભેટો અને ઘણી અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી આવી હતી. બાંગ્લાદેશી અધિકારીઓનું એમ પણ કહેવું છે કે આમાંની ઘણી વસ્તુઓ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અથવા પછી, જાહેર કરવામાં આવી નહોતી.

ACC હવે કેસ દાખલ કરીને વિગતવાર તપાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ACCની તપાસ આવકના સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરશે. એજન્સી એ પણ તપાસ કરશે કે શું પૂર્વ વડાપ્રધાને કાયદાકીય પ્રક્રિયા અનુસાર આ સંપત્તિઓને પોતાની તરીકે જાહેર કરી હતી કે નહીં. ACC, એ પણ તપાસ કરશે કે શેખ હસીનાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કોઈ નાણાકીય ગેરરીતિઓ થઈ હતી કે નહીં.

sheikh-hasina2

સૂત્રોના જણાવ્યા અનુસાર, ACC પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે 2-3 નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓના અનામત વિરોધી વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના બાદ શેખ હસીનાની પાર્ટી, અવામી લીગના નેતાઓ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત છે.

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એવી છે કે અવામી લીગના લગભગ દરેક અગ્રણી નેતા એક યા બીજી રીતે નાણાકીય તપાસના દાયરામાં છે. વચગાળાની સરકારે શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના ઘણા કેસ ખોલી દીધા છે. પહેલાથી જ મુશ્કેલીમાં ઘેરાયેલા શેખ હસીના અને તેમના પક્ષના નેતાઓની મુશ્કેલી નવા કેસને કારણે વધુ વધી શકે છે.

error: Content is protected !!