fbpx

મંડપમાં વરરાજાને જોતા જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી, હેરાન કરી દેશે કારણ

Spread the love

મંડપમાં વરરાજાને જોતા જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી, હેરાન કરી દેશે કારણ

બિહારના બેતિયા જિલ્લાના સહોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના બનબૈરિયા ગામમાં બુધવારે એક લગ્ન સમારોહ અચાનક વિવાદમાં ફેરવાઈ ગયો. બૈતાપુર ગામથી જાન ખૂબ જ ધામધૂમથી પહોંચી હતી. ઘર શણગારવામાં આવ્યું હતું અને સંબંધીઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. ‘દ્વારપૂજા’ની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક એવો વળાંક આવ્યો, જેણે લગ્ન જ રોકી દીધા. કન્યાને મંડપમાં ખબર પડી કે વરરાજા એક આંખે દિવ્યાંગ છે. વર પક્ષે આ વાત છુપાવી હતી અને વરરાજા ચશ્મા પહેરીને પોતાની સમસ્યા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

marriage2

કન્યાને આ વાતની જાણ થતા જ, તેણે સ્પષ્ટ કહી દીધું કે હું આ વરરાજા સાથે લગ્ન નહીં કરું, જો હું લગ્ન થશે તો હું મારું જીવન સમાપ્ત કરી લઇશ. એક બાજુ વર પક્ષ ભોજન કરી રહ્યો હતો. કન્યા અને વરરાજા પહેલાથી જ વરમાળા માટે સ્ટેજ પર બેઠા હતા, પરંતુ કન્યાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.  કન્યાએ ના પાડતા જ બંને પક્ષો વચ્ચે બહેસ શરૂ થઈ ગઈ. જ્યારે વાતાવરણ તંગ બની ગયું ત્યારે સહોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને વાતચીત શરૂ કરી.

marriage1

બે કલાક ચાલેલી પંચાયતમાં કન્યાના ભાઈએ પણ કહ્યું કે માહિતી છુપાવીને લગ્ન નહીં થઈ શકે નથી અને તેની બહેનના નિર્ણયને સમર્થન આપ્યું. પંચાયતના નિર્ણય બાદ લગ્ન રદ કરવામાં આવ્યા. વર પક્ષને દુલ્હન વિના જ પરત ફરવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજા BPSC શિક્ષક હતો. આખો દિવસ ગામમાં આ ઘટનાની ચર્ચા થતી રહી. લોકો માની રહ્યા છે કે લગ્ન જેવા મોટા નિર્ણયમાં સત્ય અને પારદર્શિતા સૌથી જરૂરી છે અને કોઈપણ માહિતી છુપાવવાથી સંબંધનો પાયો નબળો પડે છે.

Leave a Reply

error: Content is protected !!