
શક્ય છે કે એક પ્રતિષ્ઠીત બાસ્કેટ બોલ દિગ્ગજ કે વૈશ્વિક ટોક શોના સુપર સ્ટારના ટેક્સ રિટર્ન લોસ એન્જિલસ કે ન્યુયોર્કમાં નહીં, પરંતુ ગુજરાતના ગિફ્ટ સિટીમાં તૈયાર થતા હોય. ફોર્ચ્યુન-500 કંપનીઓએ તેમના ટેક્સ ઓડિટના કામો ગુજરાતમાં ડાયવર્ટ કર્યા છે. આંતરારાષ્ટ્રીય ઓડિટ કંપનીઓએ તેમના એકાઉન્ટીંગનો મોટા ભાગનો વર્કલોડ ગુજરાતની ગિફ્ટ સિટીમાં ખસેડી દીધો છે.
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ ) સિટી અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે 880 એકરમાં ફેલાયેલું છે. અહીં ઇન્ટરનેશનલ ફાયનાન્સ સવિર્સ સેન્ટર ઉભું થયું છે. 2020માં ગિફ્ટ સિટીમાં માત્ર 82 કંપનીઓ હતી જ્યારે 2025માં 409 કંપનીઓ છે અને તેમાં HSBC, જે.પી મોર્ગન, સ્ટાન્ડર્ડ ચાર્ટડ જેવી 23 જેટલી તો ઇન્ટરનેશનલ બેંકો છે. ગિફ્ટ સિટીમાં 80 ટકા જેટલું કામ આઉટ સોર્સથી થાય છે.

