પ્રાંતિજ ખાતે ફેડબેંક નો ભવ્ય શુભ આરંભ
– પ્રાંતિજ પાલિકા પ્રમુખ ના હસ્તે ઓપનીંગ થયુ
– રાજકીય આગેવાનો સહિત પ્રાંતિજ સહિત તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા
– પ્રાંતિજ તથા તાલુકા ના લોકોને સરળ , ઇજી અને ઝડપી ગોલ્ડ લોન મળી રહશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ફેડબેંક નો ભવ્ય શુભ આરંભ પ્રાંતિજ પાલિકા પ્રમુખ ના હસ્તે ઓપનીંગ કરવામા આવ્યુ રાજકીય આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ એસ.આર.મોદી કોમ્પલેક્ષ મા ફેડબેંક નો શુભ આરંભ તા.૨૮|૧૧|૨૦૨૫ ને શુકવાર ના રોજ શુભ મુહૂર્ત મા પ્રાંતિજ પાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડયા ના વરદ હસ્તે ભવ્ય પ્રાંરભ કરાયો તો ફેડબેંક ની અમદાવાદ , રાજકોટ , માણસા , અમરેલી , કચ્છ , વિસનગર , ભાવનગર બાદ પ્રાંતિજ ખાતે ૫૭૧ મી શાખાનો શુભ આરંભ વિધિવત કરવામા આવ્યો હતો





તો પ્રાંતિજ ખાતે ફેડબેંક નો શુભ આરંભ થતા હવે પ્રાંતિજ તથા તાલુકાના લોકોને ગોલ્ડ લોન માટે આમતેમ ભટકવુ નહી પડે અને બીજા કરતા સરળ ,ઇજી અને ઝડપી ગોલ્ડ લોન તાત્કાલિક મળી રહશે તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા મહિલા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઇ રામી , સંજયભાઇ પટેલ , મુકેશભાઈ સથવાળા , ઝોનલ હેડ નિખિલ સોનાર , એરિયા મેનેજર ભાવિક સોની , બ્રાન્ચ મેનેજર કુણાલ પ્રજાપતિ , CSE નરેન્દ્રસિંહ રાઠોડ , RE પાયલ ટેલી સહિત પ્રાંતિજ તથા તાલુકા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા









































































































