fbpx

10 રૂપિયે વાલા બિસ્કુટ કા કિતને કા હૈ જી? ફેઈમ શાદાબ જકાતીની કેમ થઈ ધરપકડ?

Spread the love

10 રૂપિયે વાલા બિસ્કુટ કા કિતને કા હૈ જી? ફેઈમ શાદાબ જકાતીની કેમ થઈ ધરપકડ?

’10 રૂપિયાના બિસ્કિટ કેટલાના છે?’ આ રીલમાં તમે જે શાદાબ જકાતી જોયો હતો તેની ગુરુવાર, 27 નવેમ્બરના રોજ અશ્લીલ સામગ્રી બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયોમાં તેણે એક સગીર છોકરીને કામે રાખી હોવાનો આરોપ છે. આ છોકરી તેની પોતાની દીકરી છે. રાહુલ નામના એક સામાજિક કાર્યકર્તાએ મેરઠના ઈંચોલી પોલીસ સ્ટેશનમાં શાદાબ જકાતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, 27 નવેમ્બર, ગુરુવારે મોડી રાત્રે શાદાબ જકાતીને જામીન આપવામાં આવ્યા હતા.

Shadab Jakati

કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા પછી, શાદાબ જકાતીએ કેસનો ખુલાસો કરતા કહ્યું, ‘મેં મારી દીકરીને લઈને આ વીડિયો બનાવ્યો હતો. તેમાં કામ કરનારી છોકરી મારી પોતાની દીકરી છે. તો, તે વીડિયોમાં, મેં ફક્ત એટલું જ કહ્યું, ‘તું સુંદર છે. તું ખૂબ સરસ છોકરી છે, જો તું સુંદર છે, તો તારી માતા પણ એટલી જ સુંદર હોવી જોઈએ. મેં તે વીડિયોમાં તેની પ્રશંસા કરી. મને તેમાં કંઈ ખરાબ વાત કરી હોય એવું મને લાગ્યું નહીં.’

30

જકાતીએ વધુમાં જણાવ્યું કે, તેણે ખુબ સમજી વિચારીને કાળજીપૂર્વક આ વિડીયો અપલોડ કર્યો હતો, પરંતુ પછીથી તેને ડિલીટ કરી દીધો. તેણે વધુમાં કહ્યું, ‘જો કોઈને આ વિડીયોથી નુકસાન થયું છે, અથવા તેમના દિલને દુઃખી કર્યું છે તો અમે માફી માંગીએ છીએ.’

આખો વિવાદ 1 મિનિટ, 9 સેકન્ડના વિડીયોમાંથી ઉદ્ભવ્યો છે. તેમાં, જકાતી એક દુકાનદાર બન્યો છે. તેની દુકાને એક છોકરી કંઈક ખરીદવા માટે આવે છે. સામાન આપી દીધા પછી, જકાતી તેની પાસેથી પૈસા માંગે છે. છોકરી જવાબ આપે છે, ‘કાકા, પૈસા મારી માતા આપશે.’ તે ત્યાંથી નીકળી જાય છે, અને શાદાબ જકાતી કહે છે, ‘જો તે આટલી સુંદર છે, તો તેની માતા કેટલી સુંદર હશે.’

તે પછી તે છોકરીના ઘરે જાય છે. દરવાજો ખટખટાવતા, એક સ્ત્રી બહાર આવે છે. તે કહે છે, ‘તમારી દીકરીએ દુકાનમાંથી એક વસ્તુ લઈને આવી છે. હવે તમે મને પૈસા વૈસા તો શું આપો, બસ હું ફક્ત એક ચુંબન લઇ લઈશ.’ તે જ સમયે, છોકરી આવે છે અને કહે છે, ‘આ તેની માતા નથી.’ તે બીજી સ્ત્રી તરફ ઈશારો કરીને કહે છે કે આ તેની માતા છે.

આ બીજી સ્ત્રીને જોઈને, શાદાબ જકાતીના ચહેરા પર અલગ જ ભાવ આવી જાય છે. તે કહે છે, ‘આ તારી માતા છે. તો પછી મને મારા પૈસા જ આપી દે.’

Shadab Jakati

આ વિડિઓમાં છોકરી પાસે કામ કરાવવા પર હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કર્યા પછી, જકાતીએ વિડિઓ ડિલીટ કરી દીધો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 170 હેઠળ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની સામે પોક્સો એક્ટ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!