fbpx

મહારાષ્ટ્રમાં આ કેવો ખેલ? CM ફેવેન્દ્ર ફડણવીસે શિંદેના નજીકના નેતા વિરુદ્ધ તપાસ બેસાડી

Spread the love

મહારાષ્ટ્રમાં આ કેવો ખેલ? CM ફેવેન્દ્ર ફડણવીસે શિંદેના નજીકના નેતા વિરુદ્ધ તપાસ બેસાડી

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વધી રહેલા ગરમવા વચ્ચે, સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં તલવારો ખેંચાઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના જ ગઠબંધનની પાર્ટી શિવસેના (શિંદે જૂથ)ના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના ખૂબ જ નજીક કહેવાતા સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ વિરુદ્ નવી મુંબઈમાં CIDCOની લગભગ 4,500 કરોડ રૂપિયાના બહુચર્ચિત જમીન કૌભાંડના મામલે ઔપચારિક રીતે તપાસ સમિતિની રચના કરી છે.

ગુરુવારે, કોંકણ વિભાગીય કમિશનરની અધ્યક્ષતામાં 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં થાણેના મુખ્ય વન સંરક્ષક, રાયગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ, CIDCOના સહ-વ્યવસ્થાપન નિયામક, થાણે અને રાયગઢના મુખ્ય જમીન અને જમીન રેકોર્ડ અધિકારી અને અલીબાગના નાયબ વન સંરક્ષકનો સમાવેશ થાય છે. આ મામલો આરોપી બનાવવામાં આવેલા યશવંત બિવાલકર સાથે જોડાયેલી જમીનનો જ આ આખો કૌભાંડ છે.

sanjay-shirsat2

આખો મામલો શું છે?

NCP (શરદચંદ્ર પવાર જૂથ)ના યુવા ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે વિધાનસભામાં સંજય શિરસાટ સામે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મંત્રીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નવી મુંબઈમાં CIDCOની કિંમતી જમીન ખૂબ જ ઓછી કિંમતે બિવલકરને ફાળવી દીધી. રોહિત પવારે દસ્તાવેજો સાથે ગૃહમાં આખો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિપક્ષ સતત મંત્રીના રાજીનામા અને તપાસની માગ કરી રહ્યું છે.

બે મહિના અગાઉ મુખ્યમંત્રીએ આ મામલાની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હવે 8 ડિસેમ્બરે નાગપુરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રના માત્ર 10 દિવસ અગાઉ તપાસ સમિતિની રચના કરીને ફડણવીસે એકસાથે બે સંદેશા મોકલ્યા છે: પહેલો મહાયુતિમાં ભ્રષ્ટાચારનું કોઇ સ્થાન નથી અને બીજો, શિંદે જૂથના મંત્રી સામે કાર્યવાહી કરીને તેમણે ગઠબંધનમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

sanjay-shirsat1

રાજકીય ગલિયારામાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં સીટ વહેંચણીને અંગે પહેલાથી જ ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આ તપાસ શિંદે જૂથ માટે મોટો ઝટકો છે. શિવસેના (શિંદે)ના ઘણા નેતાઓ આ પગલાથી વ્યક્તિગત રીતે નારાજ છે અને તેને પોતાના પર હુમલો માની રહ્યા છે.

બીજી તરફ દરમિયાન અજિત પવાર જૂથ આ બાબતે મૌન જાળવી રહ્યું છે, કારણ કે તેને લાગે છે કે આનાથી મહાગઠબંધન (મહાગઠબંધન)માં તેની સ્થિતિ મજબૂત થશે. વિપક્ષી મહા વિકાસ આઘાડી (MVA) આને આંતરિક ઝઘડાનો પુરાવો ગણાવી રહ્યું છે અને સત્રમાં આ મુદ્દો ઉઠાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને NCP (શરદ જૂથ)એ સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે જ્યાં સુધી શિરસાટ રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ ગૃહને ચાલવા નહીં દે.

Leave a Reply

error: Content is protected !!