fbpx

RCB સાથે IPLની આ ફ્રેન્ચાઇઝી પણ વેચાવાની તૈયારીમાં! મોટા બિઝનેસમેનનો ચોંકાવનારો દાવો

Spread the love

RCB સાથે IPLની આ ફ્રેન્ચાઇઝી પણ વેચાવાની તૈયારીમાં! મોટા બિઝનેસમેનનો ચોંકાવનારો દાવો

IPLની નવી સીઝનને લઈને અત્યારથી જ કંઈક ને કંઈક હિલચાલ જોવા મળી રહી છે. ખેલાડીઓના રીટેન્શન લિસ્ટ જાહેર થઇ ચૂંકી છે અને આગામી થોડા દિવસોમાં હરાજી થશે. જોકે, સૌથી મોટી ચર્ચા વર્તમાન IPL ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના વેચાણને લઈને છે. RCBને ચલાવતી કંપનીએ ફ્રેન્ચાઇઝી વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખરીદદાર શોધી રહી છે. હવે બેંગ્લોર બાદ વધુ એક ટીમ વેચાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફ્રેન્ચાઇઝી છે રાજસ્થાન રૉયલ્સ.

RR1

જી હાં, વર્તમાન IPL ચેમ્પિયન અને લીગની પ્રથમ ચેમ્પિયન ફ્રેન્ચાઇઝીના વેચાણ અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે. એક તરફ RCBના વેચાણની જાણકારી તેના માલિક ડિયાજિયો ગ્રુપ દ્વારા આપવામાં આવી છે, તો રાજસ્થાન રૉયલ્સ (RR) માટેનો દાવો એક મોટા ઉદ્યોગપતિ તરફથી આવ્યો છે. CEAT ટાયર મેન્યૂફેક્ચરિંગ કંપનીના માલિક હર્ષ ગોયેન્કાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સનસનાટીભર્યા દાવો કરીને બધાને હેરાન કરી દીધા છે.

મોટાભાગે બિઝનેસને લઈને રાજકારણ અને ક્રિકેટ સુધીના વિવિધ વિષયો પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા હર્ષ ગોયેન્કાએ 27 નવેમ્બર, ગુરુવારે સાંજે આ પોસ્ટથી બધાને હેરાન કરી દીધા છે. ગોયેન્કાએ પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું કે, ‘મને સાંભળવા મળ્યું છે કે માત્ર એક નહીં, પરંતુ IPLની 2 ટીમો વેચાવા માટે તૈયાર છે- RCB અને RR. સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે લોકો સારી કિંમતનો લાભ લેવા આતુર છે. તો પછી 2 ટીમો ઉપલબ્ધ છે અને 4/5 સંભવિત ખરીદદારો છે. કોને સફળતા મળશે- શું તે પુણે, અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ કે પછી USAમાંથી હશે?’

રાજસ્થાન રોયલ્સનો માલિક કોણ છે?

જોકે, ગોયેન્કાની પોસ્ટથી એ સ્પષ્ટ નથી કે રૉયલ્સના માલિકો આખી ફ્રેન્ચાઇઝી વેચવા માગે છે કે કેટલોક હિસ્સો. રાજસ્થાન રૉયલ્સની માલિકી હાલમાં રોયલ મલ્ટિસ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની કંપની પાસે છે, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ મનોજ બડાલે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત પ્રખ્યાત અમેરિકન ઈન્વેસ્ટમેન્ટ કંપની રેડબર્ડ કેપિટલનો પણ તેમાં હિસ્સો છે. રોયલ્સ દ્વારા હાલમાં આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

RR1

બીજો પ્રશ્ન એ છે કે શું ગોયેન્કા પોતે તેમાંથી એક ફ્રેન્ચાઇઝી ખરીદવા માગે છે. લગભગ 36,000 કરોડની નેટવર્થ ધરાવતા હર્ષ ગોયેન્કા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક છે અને RPG ગ્રુપના માલિક છે. CEAT ટાયર્સ પણ આ ગ્રુપનો એક હિસ્સો છે. હર્ષ ગોયેન્કાના નાના ભાઈ સંજીવ ગોયેન્કા IPLની નવી અને સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સના માલિક છે. તો, શું આગામી દિવસોમાં IPLમાં 2 ભાઈઓ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે છે?

Leave a Reply

error: Content is protected !!