
લગ્નમાં મહેમાનો હંમેશાં એ જાણવા માટે ઉત્સુક હોય છે કે રસોઈ બનીને તૈયાર થઇ ગઇ છે કે નહીં. મેન્યૂમાં શું-શું છે. આટલા દૂરથી આમંત્રણમાં આવ્યા બાદ ભૂખ લાગવી સ્વાભાવિક છે. જોકે, ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક લગ્નમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે નાસ્તા માટે લૂંટ મચી ગઈ. મહેમાનો માટે નાસ્તા માટે ચિપ્સના પેકેટ લાવવામાં આવ્યા હતા અને તેને જોતા જ લૂંટ મચી ગઈ. આ લૂંટનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ રાઠ વિસ્તારના બ્રહ્માનંદ મહાવિદ્યાલયના રમતના મેદાનમાં 380 ગરીબ યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન હાજર લોકો તરત જ ચિપ્સ લેવા દોડી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ભીડ ચિપ્સના પેકેટ લૂંટવા અને અન્ય લોકો પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
લોકો ચિપ્સના પેકેટ મેળવવા માટે કાર્ટૂન ઉઠાવતા અને તેને છીનવતા જોઈ શકાય છે. લગ્નમાં આવેલા લોકો સાથે-સાથે વરરાજા પણ પાછળ ન રહ્યા અને તેઓ પણ સામાન લૂંટી રહ્યા હતા. એક વરરાજો તો ચિપ્સના પેકેટ લઈને ભાગી ગયો અને આ જોઈને તેની દુલ્હનને હસી પડી. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોઈ અધિકારી હાજર નહોતા.

આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ એવી ચિંતા પણ વ્યક્ત કરી કે ઘટનાસ્થળે કોઈ અધિકારી ન હોવાથી ત્યાં ભાગદોડ થઈ શકતી હતી. આ લૂંટની હડબડીમાં ગરમ ચા ઢોળાઈ જવાથી એક બાળકનો હાથ દાઝી ગયો. સમારોહમાં 380 યુગલોએ લગ્ન કર્યા હતા, જેમાં 3 મુસ્લિમ યુગલોનો પણ સમાવેશ થાય છે, જેમણે નિકાહ દ્વારા તેમના લગ્ન પૂર્ણ હતા. ઉત્સાહનો માહોલ હતો, પરંતુ રિફ્રેશમેન્ટ કાઉન્ટર પર થયેલા હોબાળાએ સેલિબ્રેશન ફિક્કું કરી દીધું.

