
રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એર ઇન્ડિયાને રાજકોટ-ટોરન્ટો વચ્ચેની ફલાઇટમા મુસાફરને ખરાબ સીટ આપવા અને મનોરજંનની વ્યવસ્થા પુરી ન પાડવા માટે મુસાફરને 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. ગુજરાતના આ મુસાફરે 3 સીટ માટે ફરિયાદ કરી હતી એટલે એર ઇન્ડિયાએ 75000 રૂપિયા 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા પડશે.
બિનય પરસાણા નામના મુસાફરે પોતાના 6 વર્ષના બાળક, પોતે અને પરિવારના અન્ય સભ્ય સહિત3 માટે ટોરન્ટોની રિટર્ન ટિકીટ 5.26 લાખ રૂપિયા ચૂકવીને બુક કરાવી હતી. પરંતુ બિનયને ફલાઇટમાં એકદમ ખરાબ સીટ મળી. તેમણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
જ્યારે ગ્રાહક ફોરમે એર ઇન્ડિયાને નોટીસ મોકલી હતી ત્યારે એર ઇન્ડિયાએ બિનયને ટિકીટ દીઠ 6000 રૂપિયા વળતર આપવાની ઓફર કરી હતી જે બિનયે નકારી હતી.

