-recovered1.jpg?w=1110&ssl=1)
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી તાજેતરમાં 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા અને તેમણે દિલ્હી- મુંબઇ એક્સ્પ્રેસમાં આવતા ભરૂચ-નવસારી હાઇવેનું નિરિક્ષણ કર્યું હતું. જાણવા મળેલી માહિતી મુજબ ભરૂચ-નવસારીનો રૂટ એક મહિનામાં ખુલ્લો મુકી દેવામાં આવશે.
સુરતના લોકોને કીમ હાઇવેથી અને એના ગામથી એમ એક્સપ્રેસ વે પર પહોંચવા માટે 2 એન્ટ્રી પોઇન્ટ મળશે. દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ વેનું અમદાવાદ સાથે સીધું કનેકશન નથી, પરંતુ અમવાવાદ વડોદરા એક્સપ્રેસ વે બનેલો છે એટલે અમદાવાદથી મુંબઇ જવા માટે પહેલા 10 કલાક થતા હતા, પરંતુ ભરૂચ-નવસારીનો રોડ ચાલુ થયા પછી 5થી 6 કલાકમાં જ પહોંચી જવાશે. દિલ્હીથી મુંબઇ બાય રોડ 12 કલાકમાં પહોંચાશે.

