18.jpg?w=1110&ssl=1)
ગુજરાતના યુવાનો માટે મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં વર્ગ-3ની વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર રાજ્યમાં કુલ 13,591 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
કંઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ?
ભરતી બોર્ડ દ્વારા બે મુખ્ય કેડર માટે જાહેરાત આપવામાં આવી છે: (1) PSI કેડર અને (2) લોકરક્ષક કેડર.
1. PSI કેડર (PSI Cadre): પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કક્ષાની કુલ જગ્યાઓ માટે નીચે મુજબ વર્ગીકરણ છે:
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659 જગ્યા
- હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129 જગ્યા
- જેલર ગ્રુપ 2-70 જગ્યા
2. લોકરક્ષક કેડર (Lokrakshak Cadre): લોકરક્ષક દળમાં કુલ 12,733 જગ્યાઓ પર ભરતી થશે, જેનું વિવરણ નીચે મુજબ છે:
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3,002
- જેલ સિપોઈ (પુરુષ): 300
- જેલ સિપોઈ (મહિલા/મેટ્રન): 31
.jpg?w=1110&ssl=1)
શૈક્ષણિક લાયકાત:
- PSI કેડર માટે: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Bachelor’s Degree) ની પદવી હોવી જરૂરી છે.
- લોકરક્ષક કેડર માટે: ઉમેદવારે ધોરણ 12 (Higher Secondary School Certificate Examination) પાસ કરેલું હોવું જોઈએ અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
મહત્વની તારીખો: ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS વેબસાઈટ પર નીચે મુજબના સમયગાળા દરમિયાન કરવાની રહેશે:
- અરજી શરૂ થવાની તારીખ: 03/12/2024 (બપોરે 14:00 કલાકથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2024 (રાત્રે 23:59 કલાક સુધી)
અરજી કંઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી અંગેની વધુ વિગતવાર સૂચનાઓ અને નિયમો પણ આજ વેબસાઈટ પર તેમજ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર 03/12/2024 ના રોજ મૂકવામાં આવશે.
ખાસ સૂચના: અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને ઉમેદવારે પોતાની પાસે રાખવાની રહેશે. પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
આ ભરતી પ્રક્રિયાના અધ્યક્ષ અને પોલીસ મહાનિદેશક નિરજા ગોટરૂ (IPS) દ્વારા આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવારો પોલીસ વિભાગમાં જોડાઈને દેશસેવા કરવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે.

