
રાજકોટમાં 25 મે 2024ના દિવસે TRP ગેમ ઝોન આગની ઘટના બની હતી અને 28 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મુખ્ય આરાપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે હવે EDએ કસંજો કસ્યો છે. સાગઠીયા અને અન્ય બેની સામે PMLA કોર્ટમાં મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ EDના અધિકારીઓએ કહ્યુ કે, મનસુખ સાગઠીયાએ 2012થી 2024 દરમિયાન રાજકોટ પોસ્ટ ઓફિસની રિકરીંગ ડિપોઝીટમાં પુત્ર કેયુર અને પત્ની ભાવનાના નામે ખાતા ખોલી અને નિયમિત રોકડા જમા થતા હતા. એ પછી આ ખાતા બંધ કરીને સોના-ચાંદી ડાયમંડ અને અનેક સંપત્તિઓ ખરીદી હતી. સાગઠીયાનો તેના કાર્યકાળનો જે કાયદેસર પગાર હતો તેના કરતા 1100 ટકા વધારે સંપત્તિ હોવાનું તપાસમાં આમે આવ્યું છે. EDએ 24 કરોડ કરતા વધારે સંપત્તિ સાગઠીયા પાસે હોવાનું કહ્યું છે.

