
દેશના જાણીતા આધ્યાત્મિક ગુરુ રામભદ્રાચાર્યનો એક જુલાઇ 2025નો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સ્વામી WIFE શબ્દનું ફુલ ફોર્મ બતાવી રહ્યા છે. તેમણે વીડિયોમાં કહ્યુ કે, W નો મતલબ વન્ડરફુલ Iનો મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ Fનો મતલબ ફોર અને Eનો મતલબ એન્જોય. તેમણે કહ્યું કે વાઇફ એટલે વન્ડરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોયમેન્ટ.
મતલબ કે પત્ની આનંદ પ્રમોદ માટે છે. જો કે તેમને પત્ની શબ્દને સન્માનથી જોઇ રહ્યા છે તેમને WIFE શબ્દ સામે વાંધો છે, કારણકે આ અંગ્રેજોએ આપેલો શબ્દ છે. તેમણે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિને જાણવા સંસ્કૃત જાણવું જરૂરી છે. જેમાં પત્ની વિશે સારું કહેવાયું છે. 2023માં પણ આ પ્રકારનો સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો

