
ભારત અને ગુજરાત માટે 26 નવેમ્બરે એક મોટા ન્યૂઝ સામે આવ્યા કે 2023ની કોમન વેલ્થનું યજમાન હદ અમદાવાદને મળ્યું છે. 20 વર્ષ પછી ભારતને કોમન વેલ્થ મળી અને ગુજરાત માટે તો પહેલીવાર. પરંતુ 2010માં જ્યારે દિલ્હીમાં કોમન વેલ્થ ગેમ્સ રમાઇ હતી ત્યારે 70 હજાર કરોડથી 1 લાખ કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લાગ્યો હતો.
ઓલિમ્પિક કમિટીએ કોમન વેલ્થ ગેમ માટે 2010માં 1620 કરોડના બજેટનો અંદાજ મુકેલો જે વધીને 11000 કરોડ કરતા વધી ગયેલો. તે વખતે કોંગ્રેસના નેતા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ સુરેશ કલમાડી પર આરોપ લાગ્યો હતો કે, તેમણે ભ્રષ્ટ્રાચાર કર્યો. કલમાડીએ 10 મહિના જેલમાં પણ રહેવું પડ્યું. 2025માં આ કેસ ક્લોઝડ થઇ ગયો.
2030માં ગુજરાતમાં કોમન વેલ્થ પાછળ 50000 કરોડનો ખર્ચ થવાનો છે એટલે સરકારે ધ્યાન રાખવુ પડશે કે મોટો ભ્રષ્ટાચાર ન થઇ જાય.

