1.jpg?w=1110&ssl=1)
સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી આગામી પાંચ મેચોની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે અને હાર્દિક પંડ્યાની પણ ટીમમાં વાપસી થઈ ગઈ છે, જ્યારે શુભમન ગીલ પર ઈજાથી બહાર નીકળીને ફરીએકવાર ટીમમાં જોડાઈ ગયો છે.
જાહેર થયેલી ટીમ
સૂર્યકુમાર યાદવ (કપ્તાન),
શુભમન ગિલ (ઉપ-કપ્તાન)*,
અભિષેક શર્મા,
તિલક વર્મા,
હાર્દિક પંડ્યા,
શિવમ દુબે,
અક્ષર પટેલ,
જીતેશ શર્મા (વિકેટકીપર),
સંજુ સેમસન (વિકેટકીપર),
જસપ્રીત બુમરાહ,
વરુણ ચક્રવર્તી,
અર્શદીપ સિંહ,
કુલદીપ યાદવ,
હર્ષિત રાણા,
વોશિંગ્ટન સુંદર.
*શુભમન ગિલને બીસીસીઆઈ સીઓઈ (BCCI COE) દ્વારા ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ ટીમમાં સ્થાન મળશે.

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ, 2025 (T20I સીરિઝનું સમયપત્રક)
આ સીરિઝની શરૂઆત 9 ડિસેમ્બરના રોજ કટકમાં પ્રથમ T20I મેચથી થશે અને 19 ડિસેમ્બરે અમદાવાદમાં અંતિમ મુકાબલો રમાશે.
| ક્રમ | દિવસ | તારીખ | સમય | મેચ | સ્થળ |
| 1 | મંગળવાર | 09-ડિસેમ્બર-25 | સાંજે 7:00 વાગ્યે | પહેલી T20I | કટક (Cuttack) |
| 2 | ગુરુવાર | 11-ડિસેમ્બર-25 | સાંજે 7:00 વાગ્યે | બીજી T20I | નવું ચંદીગઢ (New Chandigarh) |
| 3 | રવિવાર | 14-ડિસેમ્બર-25 | સાંજે 7:00 વાગ્યે | ત્રીજી T20I | ધરમશાલા (Dharamsala) |
| 4 | બુધવાર | 17-ડિસેમ્બર-25 | સાંજે 7:00 વાગ્યે | ચોથી T20I | લખનૌ (Lucknow) |
| 5 | શુક્રવાર | 19-ડિસેમ્બર-25 | સાંજે 7:00 વાગ્યે | પાંચમી T20I | અમદાવાદ (Ahmedabad) |

