
ન્યૂઝ મીડિયાના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશની એક મહિલાએ મોટી પાણીપૂરી ખાવાની કોશિશમાં મોઢું વધારે ખોલી દીધું. આ રીતે અચાનક વધુ મોઢું ખોલવાથી ટેમ્પોરોમેન્ડિબ્યુલર જ્વોઇન્ટ (TMJ)માંથી મેન્ડિબ્યુલર કંડાઇલ તેની સામાન્ય જગ્યાથી ખસી શકે છે — જેને જડબું ખસી જવું કહેવામાં આવે છે. મેક્સિલોફેશિયલ પ્રેક્ટિસમાં આ એક જૂજ બનતી ઇમરજન્સી છે, ખાસ કરીને જ્યારે મોઢું તેની સ્વાભાવિક મર્યાદા કરતાં વધુ ખોલવામાં આવે છે ત્યારે તે થાય છે.
શક્ય કારણો
વધારે મોઢું ખોલવું
મોટી પાણીપૂરી બળજબરીથી ખાવાની કોશિશમાં જડબું આગળ-નીચે ખસી શકે છે
TMJ લિગામેન્ટનો નબળો સપોર્ટ
કેટલાક લોકોનાં જોઇન્ટ સ્વાભાવિક રીતે નબળા હોય છે, જેથી જોખમ વધી જાય છે
અચાનક કે જોરદાર દબાણ
અચાનક બગાસું, હાસ્ય, કરડવું અથવા ખાવાથી જોઇન્ટને ઝટકો આપી શકે છે

અગાઉની TMJ સમસ્યાઓ
જોઇન્ટમાં ક્લિકિંગ, પોપિંગ અથવા કઠોરતા જેવા લક્ષણો હોય તો જોખમ વધુ રહે છે
મસલ્સનો સ્પાઝમ
ખસ્યા બાદ મસલ્સ જકડાઇ જાય છે અને મોઢું ખુલ્લું જ રહી જાય છે
જડબું ખસી જવાના લક્ષણો
મોઢું બંધ ન થઇ શકવું
કાનની નજીક ભારે દુખાવો
બોલવામાં-ગળવામાં મુશ્કેલી
લાળ ટપકવી
જડબું આગળ ખસી જવું
ચાવવા-કરડવામાં અસમર્થતા
તાત્કાલિક સારવાર
તરત જ ડેન્ટલ/મેક્સિલોફેશિયલ ઇમરજન્સીમાં જવું
નિષ્ણાત સર્જન મેન્યુઅલ રીડક્શનથી જડબું પાછું સેટ કરે છે
ઘરે જોર આપી જડબું બેસાડવાની કોશિશ ન કરવી
પછીની કાળજી
જડબા અને TMJ વિસ્તારમાં સપોર્ટ બૅન્ડ લગાવવું
1–2 અઠવાડિયા સુધી નરમ આહાર
મોઢું વધારે ન ખોલવું
બગાસું ખાતી વખતે જડબાને સહારો આપવો
ગરમ શેકથી મસલ્સને રાહત
ડોક્ટરે આપેલી દવાઓ નિયમિત લેવી

બચાવ
મોટા કોળિયા લેવાથી બચવું (મોટી પાણીપૂરી, બર્ગર, રોલ વગેરે)
ખોરાક નાના ટુકડા કરીને ખાવું
અચાનક મોટું મોઢું ન ખોલવું
કઠોર ખોરાક ટાળવો
TMJ ઢીલું હોય તો ફિઝિઓથેરાપી અથવા સ્ટેબિલાઇઝેશન ડિવાઇસ વાપરવું

