
તાજેતરમાં ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા ફ્લાયઓવર નીચે દબાણ અને તેની આડમાં ગેરકાયદે ગાંજાના વેચાણ દુર કરવા માટે સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો, જેના જવાબમાં સુરતના મેયર દક્ષેણ માવાણી અને પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે છેલ્લાં 5 દિવસથી વરાછામાં સતત દબાણો દુર કરવાની કામગીરી કરી છે.
હવે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ માંગ કરી છે કે, ચૌટાપુલના દબાણો દુર કરવામાં આવે. ચૌટાપુલમાં આવેલી 100 વર્ષ જૂની સુરત જનરલ હોસ્પિટલ આ દબાણોને કારણે બંધ થવાને આરે આવીને ઉભી છે. ભજીયાવાળાએ કહ્યું કે, સુરત મહાનગર પાલિકા માત્ર વરાછા માટે નથી, આખા શહેર માટે છે.

