4.jpg?w=1110&ssl=1)
હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો 90ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા લોકો એવું વિચારે કે ભારતીય રૂપિયો નીચે આવે તેનાથી મને શું ફરક પડવાનો?
ભારતીય રૂપિયો તુટવાને કારણે દરેકના જીવન પર અસર પડે છે. ભારત 80 ટકાથી વધારે ક્રુડ ઓઇલ આયાત કરે છે. ડોલરનો ભાવ વધવાને કારણે ક્રુડ ઓઇલ મોંઘુ થાય અને તેને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે, ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચ વધે એટલે તમારી જિંદગી પર અસર થાય.
વિદેશ ફરવા જવાના હોય તો ડોલર લેવા પડે અને તમારે વધારે રૂપિયા ચૂકવવા પડે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓની ફી પણ વધી જાય. આ ઉપરાંત ઇલેકટ્રોનિક આઇટમો પણ મોંઘી પડે.

