fbpx

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

Spread the love

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા છે? જેનો સરકારે સોમવારે લોકસભામાં જવાબ આપ્યો હતો.

સરકારે કહ્યુ કે,31 ઓકટોબર 2025 સુધીમાં કુલ 15 લોકોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જેઓ ભારતમાં 58000 કરોડનું બેંક કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયા છે.

સરકારે જે 15 ભાગેડુઓના નામ જાહેર કર્યા છે તેમાં વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નીતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા, સુદર્શન વેંકટરમણ,રામાનુજમ સેશરથામ, પુષ્પેશ બૈદ, હિતેશ પટેલ, નીશલ મોદી, ગૌતમ થાપર, જતીન મહેતા, લલિત મોદી અને રિતેશ પટેલનો સમાવેશ થાય છે.

58082 કરોડમાંથી 26645 મૂળ રકમ છે અને 31437 કરોડ વ્યાજની રકમ છે.

Leave a Reply

error: Content is protected !!