
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ 4 ડિસેમ્બરે પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં સોનાના ભાવ 60 ટકા જેટલા વધ્યા અને 2026માં પણ જો 2025 જેવી સ્થિતિ રહેશે તો સોનાના ભાવ 15 ટકાથી 30 ટકા વધી શકે છે.
અત્યારે 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ અંદાજે 1.32 લાખ છે એટલે એમ કહી શકાય કે 1.50 લાખથી 1.70 લાખ સુધી સોનાનો ભાવ જઇ શકે છે.
પરંતુ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે,જો આર્થિક વુદ્ધિ ઝડપી થાય, ફુગાવો વધે, વ્યાજદર ઉંચા રહે, ડોલર મજબુત બને અને સેન્ટ્રલ બેંકોની ખરીદી ઘટે તો સોનાના ભાવ 20 ટકા નીચે આવી શકે છે.
આ એક ન્યૂઝ છે જે અમે શેર કર્યા, પરંતુ તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

