fbpx

ઇન્ડિગોએ મુસાફરો માટે 10,000 વળતર અને ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી

Spread the love

ઇન્ડિગોએ મુસાફરો માટે 10,000 વળતર અને ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દેશભરમાં મુસાફરોએ ઇન્ડિગોની ફલાઇટ રદ કરવાને કારણે ભારે હાલાકીનો સામનો કર્યો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના CEOને બોલાવીને ખખડાવ્યા. હવે ઇન્ડિગોએ મુસાફરોની માફી પણ માંગી છે અને વળતરની પણ જાહેરાત કરી છે.

 ઇન્ડિગોએ કહ્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બર જે મુસાફરોને અસુવિધા થઇ છે તેમને સરકારી નિયમ મુજબ 5000થી 10000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ફલાઇટનું અંતર, મુસાફરોને થયેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને વળતર અપાશે. ઉપરાંત 10000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર એવા મુસાફરોને અપાશે જેમની ફલાઇટ વધારે વખત રિશીડ્યુલ થઇ.

ટ્રાવેલ વાઉચર 12 મહિના સુધી માન્ય રહેશે અને ઇન્ડિગોની ઘરેલું અથવા ઇન્ટરનેશનલ ફલાઇટમાં ઉપયોગ કરી શકાશે.

error: Content is protected !!