પ્રાંતિજ ના પોગલુ મા તસ્કરોનો તરખાટ
– એકજ રાત્રીમાં ત્રણ મંદિરો ના તાળા ટુટયા
– ત્રણેય મંદિરો માંથી દાનપેટીમા રહેલ રોકડ રકમ ની ચોરી
– સમગ્ર ધટના મંદિર મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ
– ગ્રામજનો મા ભય નો માહોલ રાત્રી નુ પેટ્રોલિંગ સઘન કરવા માંગ
– ત્રણ વર્ષ પહેલા આજ મંદિરો ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે એકજ રાત્રીમા તસ્કરોએ ત્રણ મંદિર ના તાળા તોડયા તો તસ્કરોએ ત્રણેય મંદિર માંથી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરી પલાયન થયા હતા સમગ્ર ધટના મંદિર મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ થઈ




પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ શ્રી હનુમાન જી મંદિર , ખોડીયાર માતા નુ મંદિર અને સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરૂવાર ની મધ્ય રાત્રીએ કોઇ અજાણ્યા તસ્કરો દ્રારા એક પછી એક મંદિરો ના તાળા તોડી મંદિરો મા પ્રવેશ કર્યો હતો જેમા સૂત્રોદ્રારા મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ મંદિર ના તાળા તોડી મંદિર પ્રવેશ કરી મંદિર મા રહેલ આખી દાનપેટી બહાર લઈ ગયા હતા તો ત્રણેય મંદિરો માંથી દાનપેટી આવેલી રકમ ની ચોરી કરી પલાયન થયા હતા તો સમગ્ર ધટના મંદિર મા લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ થઈ હતી તો ચોરી થઈ હોવાની જાણ મંદિર ના ટ્રસ્ટીઓ તથા સચાલકો દ્રારા પ્રાંતિજ પોલીસ ને કરવામા આવતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવીને મંદિરો મા લાગેલ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી તો ગ્રામજનો મા ભય નો માહોલ જોવા મલ્યો હતો અને પોલીસ દ્રારા રાત્રીનુ પોલીસ પેટ્રોલીંગ સઘન કરવા માંગ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
