પ્રાંતિજ એપ્રોચરોડ ફુટપાથ ઉપર રહેલ લારી ગલ્લા હટાવવામા આવ્યા
– રોડ કામને લઈ ને ટ્રાફિક થતા પાલિકા દ્રારા ફુટપાથ ખાલી કરાવ્યો
– માલિક ના થાય તેવા લારી ગલ્લા ટ્રેક્ટર મા ભરી ને લઈ જવામા આવ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પાલિકા દ્રારા ફુટપાથ ઉપર રહેલ લારી ગલ્લાઓ ઉઠાવી લેવામા આવ્યા






પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી હાલ નવીની રોડ નુ કામ ચાલુ હોય અને રોડ કોન્ટ્રાક્ટર દ્રારા જેમ ફાવે તેમ ખોદકામ કરી મુકી દેતા અવરનવર ટ્રાફિક જામ ના દશ્યો સર્જાય છે તો બીજીબાજુ સિગ્નલ પટ્ટી નો રોડ માત્ર ચાલુ હોય અને ફુટપાથ ઉપર લારી ગલ્લાઓ ને લઈ ને અવરનવર ટ્રાફિક થતા પ્રાંતિજ પાલિકા દ્રારા આજે ફુટપાથ ઉપર રહેલ લારી ગલ્લાઓ વાળા લોકો સામે લાલ આંખ કરી હતી અને સ્થળ ઉપર જઈ ને ફુટપાથ તથા રોડ ની સાઈડ મા રહેલ દબાણ હટાવવામા આવ્યુ હતુ તો લારી ગલ્લા ના કોઈ માલિક ના થતા તેવા લારી ગલ્લાઓ પ્રાંતિજ પાલિકા દ્રારા ટ્રેક્ટર મા ભરીને લઈ જવામા આવ્યા હતા અને ફુટપાથ સહિત રોડ ખુલ્લો કર્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
