fbpx

રુપિયાનું ઘટવું, RBIના ગવર્નર બોલ્યા- કેમ ગભરાઈએ? સામે રાખ્યા 30 વર્ષના આંકડા

Spread the love

રુપિયાનું ઘટવું, RBIના ગવર્નર બોલ્યા- કેમ ગભરાઈએ? સામે રાખ્યા 30 વર્ષના આંકડા

અર્થતંત્ર મજબૂત છે, પરંતુ રૂપિયો ઘટી રહ્યો છે. શું આ જોખમનો સંકેત નથી? RBIના ગવર્નર સંજય મલ્હોત્રાનું કહેવું છે કે રૂપિયાની નબળાઈ છતા ભારતીય અર્થતંત્રએ મજબૂતી દર્શાવી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2025માં અત્યાર સુધીમાં રૂપિયામાં લગભગ 4.68%નો ઘટાડો થયો છે, પરંતુ તેની અર્થતંત્ર પર ગંભીર અસર નહીં પડે.

સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે આ વર્ષે રૂપિયાના ઘટાડા પાછળ ઘણા કારણો છે, જેમાં મજબૂત અમેરિકન ડોલર, વિદેશી ભંડોળનો ઉપાડ અને ભારત-અમેરિકા વેપાર ટેરિફ ડીલમાં વિલંબનો સમાવેશ થાય છે. જોકે, RBIનું માનવું છે કે ઘણા ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેથી અર્થતંત્ર પર કોઈ અસર નહીં થાય.

sanjay-malhotra3

ઇન્ડિયા ટૂડે સાથે વાત કરતા મલ્હોત્રાએ કહ્યું કે છેલ્લા 20 વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનને જોતા 2025માં કોઈ મોટી વધઘટ થઈ નથી. છેલ્લા 10 વર્ષોમાં રૂપિયામાં દર વર્ષે લગભગ 3% અને પાછલા 20 વર્ષોમાં લગભગ 3.4%નો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, 16 ડિસેમ્બરે રૂપિયો યુએસ ડોલરની તુલનમાં 91.16 ના રેકોર્ડ નીચા સ્તરે ગગડી ગયો. 2025 સુધીમાં ચલણમાં 4.68%નો ઘટાડો થયો છે, જેના કારણે તે એશિયન ચલણોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ બન્યું હતું.

રૂપિયાના ઘટાડાનું બીજું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે સ્થાનિક ફુગાવામાં ઘટાડો થવાને કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પહેલા કરતા ઓછી આક્રમક હસ્તક્ષેપ રણનીતિના અપનાવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘RBI ચલણ બજારમાં દૈનિક વધઘટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.’ સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, રૂપિયાનું વર્તમાન સ્તર કોઈ મોટી ચિંતાનો વિષય નથી અને સરકાર પણ તેના પર નજર રાખી રહી છે. સરકાર પોતાની રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

sanjay-malhotra

RBI ગવર્નરે જણાવ્યું હતું કે નવેમ્બરમાં સોનું, તેલ અને કોલસાની આયાતમાં ઘટાડાને કારણે વેપારનું નુકસાન 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. તો, ગયા મહિને અમેરિકામાં ભારતીય નિકાસ માસિક 10% અને વાર્ષિક ધોરણે 21% વધી હતી, જે વિદેશી માંગમાં સુધારો દર્શાવે છે.

RBIના આંકડા અનુસાર, ભારત પાસે લગભગ 11 મહિનાનો આયાત કવરેજ છે, અને બાહ્ય દેવાનો કવરેજ લગભગ 92% છે, જેનાથી બેંકોને બાહ્ય જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ બનાવે છે. વિશ્લેષકોના મતે, ભારતીય રૂપિયાના ઘટાડાને વૈશ્વિક પરિબળો સાથે જોડવામાં આવી રહ્યો છે, જેમ કે અમેરિકામાં ઊંચા વ્યાજ દરો અને ડોલરમાં મજબૂતીમાંથી બહાર આવવું. આ પરિસ્થિતિ ન માત્ર ભારત માટે, પરંતુ ઘણા ઉભરતા બજારો માટે સામાન્ય રહી છે. જો કે, RBIએ સંકેત આપ્યો છે કે તે નાણાકીય અને વિનિમય દર નીતિમાં સતત સંતુલન બનાવી રાખશે, જેથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા યથાવત રહે.

error: Content is protected !!