
સામાન્ય રીતે જાહેર રસ્તા પરથી પસાર થતી વખતે ખાડાને કારણે અકસ્માત થાય કે મોત થાય તો પણ લોકો સરકાર સામે લડવાની હિંમત કરતા નથી, પરંતુ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના યુવાન પ્રવિણકાંત ઝાએ સાબિત કરી દીધું છે કે, મક્કમ નિર્ધાર હોય તો તંત્ર પણ ઝુકી જાય છે.
પ્રવિણકાંત ઓગસ્ટ મહિનામાં ગરુડેશ્નરથી રાજપીપળા પોતાના બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે એક મોટા ખાડાને કારણે તેમની બાઇક સ્લીપ થઇ ગઇ હતી અને અકસ્માત થયો હતો.
પ્રવિણકાંતે પોલીસ સ્ટેશન, પોલીસ અધિકારીઓ, જિલ્લા કલેકટર બધાને રજૂઆત કરી, પણ કોઇ પરિણામ આવ્યું નહોતું. આખરે ઝાલાએ માનવ અધિકારી પંચ સમક્ષ રજૂઆત કરી હતી અને પંચે નર્મદા પોલીસને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે ગુનો નોંધવાની તાકીદ કરી હતી. આના માટે પ્રવિણકાંતે 111 દિવસ સુધી લડત આપવી પડી હતી. પરંતુ આખરે NHAI સામે ગુનો નોંધાયો છે.
